ETV Bharat / state

જુઓ હેરિટેજ સિટીના હેરિટેજ ગરબા, 150 વર્ષથી અડીખમ - HERITAGE GARBA AHMEDABAD - HERITAGE GARBA AHMEDABAD

છેલ્લા 150 વર્ષથી પૂર્વ અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં આવેલી વાડીગામની પોળમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. આવો જાણીએ આ અનેરા ગરબાનો ઇતિહાસ અને વર્તમાન

વાડીગામની પોળમાં ગરબાનું આયોજન
વાડીગામની પોળમાં ગરબાનું આયોજન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2024, 7:27 AM IST

અમદાવાદ: દરિયાપુર વિસ્તારમાં દરિયાપુર દરવાજા પાસે આવેલી વાડીગામ પોળમાં 18 પોળનો એક જ ગરબો થાય છે. અહીંયા 150 વર્ષથી માત્ર સ્ત્રીઓ ગરબા રમે છે જે પ્રથા આજે પણ આ પોળમાં સચવાયેલી છે. ગરબાના મુખ્ય સંચાલક દેવાંગભાઈ પટેલ ETV BHARAT સાથે વાતચીત દરમિયાન જણાવે છે કે, લગભગ છેલ્લા 150 વર્ષથી અહીં આ પ્રકારના પ્રાચીન ગરબાનું આયોજન થાય છે જેમાં માત્ર સ્ત્રીઓ જ ગરબે ઘૂમે છે અને 200 થી વધુ પુરુષો સ્વયંસેવક તરીકે અહીં ફરજ બજાવે છે.

નાના બાળકને તેડીને પણ ગરબા ગાવાની પરવાનગી નથી. વધુમાં દેવાંગભાઈ જણાવે છે કે, કોઈ બાળકને તેડીને સ્ત્રી ગરબે ઘૂમતી હોય અને જો તે બાળક પુત્ર હોય તો તેને પણ આટલા વર્ષોથી ગરબે ઘૂમવાની પરવાનગી નથી. જો બાળક પુત્ર હોય તો તે અહિ ગરબા ના જ કરી શકે.

વાડીગામની પોળમાં ગરબાનું આયોજન (Etv Bharat Gujarat)

એક રાઉન્ડ પૂરો થતા 1 કલાક લાગે: 18 પોળ અને 5 ખાંચાની મહિલાઓ ગરબામાં જોડાઈ છે. અહિ વાડીગામની પોળમાં 18 પોળ અને 5 ખાચાઓની અંદાજિત 1 હજારથી વધુ મહિલાઓ એક સાથે એક રાઉન્ડમાં ગરબે ઘૂમે છે. દેવાંગભાઈ જણાવે છે કે, એક રાઉન્ડ પૂરો થતા અંદાજિત 1 કલાક જેટલો સમય લાગે છે. સાથે અહી મોબાઇલ ફોન પ્રતિબંધની સાથે ફિલ્મી ગરબા પણ પ્રતિબંધ રખાય છે.

માત્ર મહિલાઓ જ ગરબા કરે છે: પુરુષોને પણ આ વાત સ્વીકાર્ય છે કે, માત્ર મહિલાઓ જ ગરબા કરે ત્યારે વાડીગામ પોળના સ્થાનિક મીનાક્ષીબેન પારેખ ETV BHARAT સાથે વાત કરતા જણાવે છે કે, આટલા વર્ષોથી અહીં માત્ર મહિલાઓ જ ગરબા કરે છે. જે પ્રથા આજ સુધી સચવાયેલી છે કોઈપણ પુરુષોએ આ બાબતે પોતાનો વિરોધ પણ નોંધાવ્યો નથી. ઉલટાના પોતાનો નોકરી ધંધો પતાવીને સમય થાય એટલે સ્વયંસેવક તરીકે પોતાની ફરજ બજાવવા માટે અહીં પહોંચી જાય છે.

માં બહુચરાજી સ્વયંભુ પ્રગટ થયા: આ પોળનો અંગ્રેજો સમયનો પણ અનેરો ઇતિહાસ છે, ત્યારે બીજા સ્થાનિક કૌશિકભાઈ વ્યાસ ETV BHARAT સાથે વાત કરતા જણાવે છે કે, અંગ્રેજો ના શાસનકાળ દરમિયાન આ પોળમાં માત્ર ચાર મશાલો હતી, બે મશાલો પોળના આ છેડે તો બીજી બે મશાલો પોળના બીજા છેડે. એક રાત્રી દરમિયાન અહીં આવેલ વાવમાંથી પાણી છલકાવવા માંડ્યું અને માં બહુચરાજી સ્વયંભુ પ્રગટ થયા હતા. આજે અહીં તેમનું સ્થાન પણ આવેલું છે.

પુરુષો ગરબા ન કરી શકે: પુરુષો ગરબા કરી શકે પરંતુ આ પ્રથા પણ સચવાવી જોઈએ, ત્યારે વાડીગામ પોળના એક અન્ય સ્થાનિક કિંજલબેન કડિયા ETV BHARAT ને જણાવે છે કે, આ પ્રકારના ગરબા એ અમારી પ્રાચીન સંસ્કૃતિ છે જે આ જ દિવસ સુધી અહીં સચવાયેલી છે. મારું કહેવાનું એવું નથી કે પુરુષો ગરબા ન કરી શકે પરંતુ જે પ્રકારની અહીં પ્રથા છે તે પ્રથા પણ સચવાઈ તો સારું કહેવાય અને આવનારા સમયમાં પણ શાયદ આ પ્રથા સચવાયેલી રહેશે.

હેરિટેજ ગરબા માર્ગ નામ અપાયું: નવરાત્રિમાં કોઈ ફાળો ઉધરાવતા નથી, જાતે લોકો ફાળો આપે છે અત્યારે જ્યારે કોઈપણ સોસાયટીમાં ગરબાનું કે અન્ય કોઈ કાર્યક્રમનું આયોજન કરવું હોય ત્યારે ઘર દીઠ ફાળો ઉઘરાવવામાં આવતો હોય છે ત્યારે વાળીગામ પોળમાં આટલા વર્ષોમાં કોઈ દિવસ ફાળો ઉઘરાવવામાં આવ્યો નથી લોકો પોતાની ઈચ્છાથી પોતાની જાતે જ ફાળો આપે છે જે લોકો અહીંથી બીજે રહેવા જતા રહ્યા હોય તે પણ નવરાત્રીના સમયગાળા દરમિયાન અહીં ગરબા રમવા આવે છે અને પોતાનો ફાળો પણ આપે છે. કેટલાક વિદેશ રહેવા ગયેલા લોકો નવરાત્રીમાં રમવા ન આવી શકે તો પણ ફાળો આપે છે. રોડને હેરિટેજ ગરબા માર્ગ નામ અપાયું છે. વાડીગામ પોળના રસ્તાને 2023 માં વાડીગામ પોળમાં થતા આ પ્રાચીન ગરબા ના માનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડીગામ હેરિટેજ ગરબા માર્ગ નામ આપવામાં આવ્યું છે અને શાયદ આ એકમાત્ર જગ્યા છે જે રસ્તાનું નામ ગરબાના નામ ઉપરથી આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

  1. હૈદરાબાદમાં ઉમટ્યું ગુજરાત, CGA દ્વારા 'દાંડિયા રમઝટ 2024'માં ગુજરાતીઓ બોલાવી રમઝટ - NAVRATRI 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.