ETV Bharat / state

'બેટી બચાવો'ના સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત..? ભાજપ સરકાર મહિલા સુરક્ષામાં નિષ્ફળઃ કોંગ્રેસ

રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાને પગલે કોંગ્રેસે સરકારની કામગીરી પર અનેક સવાલો કર્યા છે. આ સાથે જ ભાજપ સરકાર મહિલા સુરક્ષામાં નિષ્ફળ ગઈ છે તેમ પણ કોંગ્રેસે જણાવ્યું હતું.

BJP government
BJP government
author img

By

Published : Oct 12, 2020, 6:55 AM IST

અમદાવાદ: રાજ્યમાં દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાથરસ કાંડ બાદ ફરી મહિલાઓની સુરક્ષાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, રાજ્ય સરકાર મહિલા સુરક્ષા મામલે સદંતર નિષ્ફળ રહી છે. રાજ્યમાં દરરોજ 3 દુષ્કર્મની ઘટના સામે આવે છે. જ્યારે બે વર્ષમાં 2,720 દુષ્કર્મના કેસ નોંધાયા છે.

કોંગ્રેસના ભાજપ સરકારને સવાલ

  • બેટી બચાવોના સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત? બેટી બચાવોએ શું ચેતવણી હતી?
  • ગુજરાતમાં દરરોજ 3 દુષ્કર્મની ઘટના બને છે
  • ગુજરાતમાં 2 વર્ષમાં 2,720 દુષ્કર્મની ઘટના બની
  • મુખ્યપ્રધાન જ્યાંથી આવે છે એવા રાજકોટમાં 158 દુષ્કર્મની ઘટના
  • મેટ્રો સિટી અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં 1046 દુષ્કર્મની ઘટના બની
  • NCRBનાં અહેવાલ મુજબ અમદાવાદમાં બળાત્કારની ઘટનાઓમાં 22 ટકા જેટલો વધારો જ્યારે સુરતમાં 42 ટકાનો વધારો થયો છે
    બેટી બચાવોનું સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત કોંગ્રેસે ઉઠાવ્યો સવાલ

બેટી બચાવોના સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત? બેટી બચાવોએ શું ચેતવણી હતી? ભાજપ સરકારનાં શાસનમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. મહિલા સુરક્ષામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકાર પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોનાં અહેવાલમાં ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની મહિલા-દીકરીઓની સુરક્ષાના દાવાની પોલ ખોલી નાખી છે. ગુજરાતમાં દરરોજ 3 મહિલા-દીકરીઓ દુષ્કર્મનો ભોગ બને છે. જે શરમજનક બાબત અને ચિંતાનો વિષય છે.

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 2720 દુષ્કર્મની ઘટના થઈ છે. જે દર્શાવે છે કે, ભાજપ સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના અહેવાલ મુજબ અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં 22 ટકા જ્યારે સુરતની દુષ્કર્મની ઘટનાઓમાં 42 ટકા જેટલો વધારો થયો છે.

નલિયાકાંડ, જામનગર સમુહિક દુષ્કર્મ જેવી ગંભીર ઘટનાઓ બાદ પણ આંધળી-બહેરી ભાજપ સરકાર કોઈ સખત પગલા ભરવાની જગ્યાએ માત્ર કાગળ પર કાર્યવાહી કરી સંતોષ કેમ માને છે? બે વર્ષમાં મેગા સિટી એવા અમદાવાદમાં પણ 540 જેટલા દુષ્કર્મ, સુરતમાં 452, બનાસકાંઠામાં 151, વડોદરામાં 1390 અને મુખ્યપ્રધાન જ્યાંથી આવે છે એવા રાજકોટમાં પણ 158 ઘટના બની છે. જે ભાજપ સરકારની કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઉજાગર કરે છે. મહિલાઓ-દીકરીઓની છેડતીની ઘટનાઓનો પણ મોટો વધારો થયો છે.

શહેર-જિલ્લા મુજબ દુષ્કર્મની ઘટના

  • અમદાવાદ - 540
  • સુરત - 452
  • રાજકોટ - 158
  • બનાસકાંઠા - 151
  • વડોદરા - 139
  • કુલ - 1440

ગુજરાતમાં 1048 છેડતી, 5897 અપહરણ જેવી ગંભીર ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, સલામત ગુજરાતના વાયદા કરતી ભાજપ સરકારમાં મહિલાઓ -દીકરીઓ અસલામત બની છે. ગુજરાતમાં 33 જિલ્લા પૈકી સૌથી વધુ ઉપરોક્ત શહેર-જિલ્લામાં કુલ 1440 દુષ્કર્મમાં મહિલા -દીકરો ભોગ બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.