ETV Bharat / state

મતગણતરી કેન્દ્રમાં શંકાસ્પદ વ્યકિત મારી ઓફિસનો આસિસટન્ટ ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાઈકોર્ટમાં કબુલાત

અમદાવાદ: વર્ષ 2017 ધોળકા વિધાનસભા ચૂંટણીને પડકારતી રિટ મુદ્દે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયેની કોર્ટમાં ગુરુવારે કાયદાપ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાને જુબાની દરમિયાન મતગણતરીના કેટલાક CCTV ફુટેજ તેમને બતાવવામાં આવ્યા હતા. જેમાં વાઈટ શર્ટ વાળો વ્યકિત શંકાસ્પદ ગતવિધિ અંગે ભુપેન્દ્રસિંહને પુછતા તેમણે કહ્યું કે, શંકાસ્પદ વ્યકિત મારી ઓફિસના આસિસ્ટન્ટ પ્રાઈવેટ સેક્રેટરી મહેતા સાહેબ છે. આ મામલે વધુ સુનાવણી 17મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

file photo
author img

By

Published : Sep 12, 2019, 8:42 PM IST

CCTV ફુટેજમાં વાઈટશર્ટ પહેરલો વ્યકિત મતગણતરી કાર્યક્રમમાં શંકાસ્પદ પ્રવૃતિ કરતો નજરે પડે છે. ચૂંટણી અધિકારી ધવલ જાનીને જ્યારે આ વ્યકિત વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કોર્ટને આ મુદ્દે કોઈ જવાબ આપ્યો ન હતો. જ્યારે કાયદા પ્રધાન આ શંકાસ્પદ વ્યકિતને પોતાનો ઓફિસ આસિસટન્ટ ગણાવી રહ્યાં છે. આ કેસમાં ચુડાસમાની જુબાની પૂર્ણ થઈ છે. સોમવારે આપેલી જુબાનીમાં ચુડાસમાએ હાઈકોર્ટની કામગીરી સામે પ્રશ્નો સર્જતી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી મુદ્દે તેમણે કોર્ટની માફી માંગી હતી જોકે કોર્ટે કે તેઅમારા માટે જરૂરી નથી.

અશ્વિન રાઠોડે ગુજરાત હાઈકોર્ટમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન કર્યા બાદ તેને કાઢી નાખવાની ચુડાસમાની દાદને હાઇકોર્ટે ફગાવ્યા બાદ શિક્ષણપ્રધાને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે હાઈકોર્ટની કામગીરી સામે વાંધો લીધો હતો. આ અંગે હાઈકોર્ટમાં દલીલ થઈ હતી. આ દરમિયાન શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે હાઈકોર્ટની માફી માગી છે. શિક્ષણપ્રધાને પોતાની અરજીમાં કરાયેલી રજૂઆતો શરતચૂકથી થઈ હોવાનું કહી માફી માગી છે. તેમણે કહ્યું કે, ભૂલ બદલ હું દિલગીર છું, તો સામે કોર્ટે કહ્યું કે, આપ માફી માંગો એ કોર્ટ માટે જરૂરી નથી. ત્યાર બાદ તેમણે ફરી માફી મંગતા કોર્ટે કહ્યું તમારો અધિકાર છે. જે બાબતનો જવાબ ન આપવો હોય તો ના આપો પણ માફી ન માગો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા હાઇકોર્ટની કામગીરી સામે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી રિટ કોર્ટે ફગાવી દેવાનું વલણ દાખવતા અરજદાર દ્વારા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. ધોળકા વિધાનસભા ચૂંટણી અધિકારી ધવલ જાની દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવા અને દસ્તાવેજ બાદ ભુપેન્દ્ર ચુડાસમાએ સ્વેચ્છાએ કોર્ટમાં પોતાનો વલણ સ્પષ્ટ કરવા માટે પોતાના વકીલ નિરુપમ નાણાવટી જુબાની આપવા માટે અરજી કરી હતી. જેની સામે કોંગ્રેસી અરજદાર અશ્વિન રાઠોડના વકીલ પરશી કવિનાએ વાંધો લીધો હતો. કવિના દલીલ કરી હતી કે, અગાઉ સાક્ષીનું લિસ્ટ કોર્ટમાં રજુ થઇ ચૂક્યું હોવાથી પાછળથી નામ ઉમેરી શકાય નહીં.આ દલીલ ફગાવી કોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જુબાની આપવાની મંજૂરી આપી હતી.

Intro:વર્ષ 2017 ધોળકા વિધાનસભા ચૂંટણીને પડકારતી રિટ મુદ્દે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયેની કોર્ટમાં ગુરુવારે કાયદા પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાને જુબાની દરમ્યાન મતગણતરીના કેટલાક સીસીટીવી ફુટેજ તેમને બતાવવામાં આવ્યા હતા જેમાં વાઈટ શર્ટ વાળો વ્યકિત શંકાસ્પદ ગતવિધિએ  અંગે ભુપેન્દ્રસિંહને પુછાતા તેમણે કહ્યું કે શંકાસ્પદ વ્યકિત મારી ઓફિસના આસિસ્ટન્ટ પ્રાઈવેટ સેક્રેટરી મહેતા સાહેબ છે.. આ મામલે વધું સુનાવણી 17મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે....Body:સીસીટીવી ફુટેજમાં વાઈટશર્ટ પહેરલો વ્યકિત મત-ગણતરી કાર્યક્રમમાં શંકાસ્પદ પ્રવૃતિ કરતો નજરે પડે છે. ચુંટણી અધિકારી ધવલ જાનીને જ્યારે આ વ્યકિત વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કોર્ટને આ મુદે કોઈ જવાબ આપ્યો ન હતો. જ્યારે કાયદા પ્રધાન આ શંકાસ્પદ વ્યકિતને પોતાનો ઓફિસ આસિસટન્ટ ગણાવી રહ્યાં છે. આ કેસમાં ચુડાસમાની જુબાની પૂર્ણ થઈ છે..સોમવારે આપેલી જુબાનીમાં ચુડાસમાએ હાઈકોર્ટની કામગીરી સામે પ્રશ્નો સર્જતી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી મુદે તેમણે કોર્ટની માફી માંગી હતી જોકે કોર્ટે કે તેઅમારા માટે જરૂરી નથી.

અશ્વિન રાઠોડે ગુજરાત હાઈકોર્ટમાં શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન કર્યા બાદ તેને કાઢી નાખવાની ચુડાસમાની દાદને હાઇકોર્ટે ફગાવ્યા બાદ શિક્ષણમંત્રીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે હાઈકોર્ટની કામગીરી સામે વાંધો લીધો હતો. આ અંગે આજે હાઈકોર્ટમાં દલીલ થઈ હતી. આ દરમિયાન શિક્ષણ અને કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહે હાઈકોર્ટની માફી માગી છે. શિક્ષણમંત્રીએ પોતાની અરજીમાં કરાયેલી રજૂઆતો શરતચૂકથી થઈ હોવાનું કહી માફી માગી છે. તેમણે કહ્યું કે, ભૂલ બદલ હું દિલગીર છું, તો સામે કોર્ટે કહ્યું કે આપ માફી માંગો એ કોર્ટ માટે જરૂરી નથી. ત્યાર બાદ તેમણે ફરી માફી મંગતા કોર્ટે કહ્યું તમારો અધિકાર છે. જે બાબતનો જવાબ ન આપવો હોય તો ના આપો પણ માફી ન માગો.

હાઈકોર્ટમાં હાજર રહેલા ભૂપેન્દ્રસિંહને અરજદાર અશ્વિન રાઠોડના વકીલે સવાલ કર્યો હતો કે, હું તમને ઈંગ્લિશમાં સવાલ કરું કે, ગુજરાતીમાં? હું ગુજરાતીમાં જવાબ આપીશ. વકીલે પૂછ્યું કે, હાલ કયા ખાતા સાંભળો છો, જેના જવાબમાં ભૂપેન્દ્રસિંહે કહ્યું કે,હું હાલ શિક્ષણ, કાયદો અને સંસદીય બાબતો સંભાળુ છું.Conclusion:ઉલ્લેખનીય છે કે અગાઉ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા હાઇકોર્ટ ની કામગીરી સામે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી રિટ કોર્ટે ફગાવી દેવાનું વલણ દાખવતા અરજદાર દ્વારા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી... ધોળકા વિધાનસભા ચૂંટણી અધિકારી ધવલ ધવલ જાની દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવા અને દસ્તાવેજ બાદ ભુપેન્દ્ર ચુડાસમાએ સ્વેચ્છાએ કોર્ટમાં પોતાનો વલણ સ્પષ્ટ કરવા માટે પોતાના વકીલ નિરુપમ નાણાવટી જુબાની આપવા માટે અરજી કરી હતી જેની સામે કોંગ્રેસી અરજદાર અશ્વિન રાઠોડ ના વકીલ પરશી કવિનાએ વાંધો લીધો હતો. કવિના દલીલ કરી હતી કે અગાઉ સાક્ષીનું લિસ્ટ કોર્ટમાં રજુ થઇ ચૂક્યું હોવાથી પાછળથી નામ ઉમેરી શકાય નહીં.. આ દલીલ ફગાવી કોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જુબાની આપવાની મંજૂરી આપી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.