અમદાવાદ: ભૂપેન્દ્ર પટેલે આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા નવી દિલ્હીમાં 13 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકનો 6 ઓક્ટોબરથી પ્રારંભ કર્યો છે. નવી દિલ્લી ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા કરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
-
ગત રોજ નવી દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત ખૂબ પ્રોત્સાહક બની રહી. માનનીય વડાપ્રધાનશ્રી પાસે ગુજરાતના સર્વાંગીણ વિકાસલક્ષી બાબતો અંગે માર્ગદર્શન મેળવ્યું. pic.twitter.com/lzHerZzGWz
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ગત રોજ નવી દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત ખૂબ પ્રોત્સાહક બની રહી. માનનીય વડાપ્રધાનશ્રી પાસે ગુજરાતના સર્વાંગીણ વિકાસલક્ષી બાબતો અંગે માર્ગદર્શન મેળવ્યું. pic.twitter.com/lzHerZzGWz
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 7, 2023ગત રોજ નવી દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત ખૂબ પ્રોત્સાહક બની રહી. માનનીય વડાપ્રધાનશ્રી પાસે ગુજરાતના સર્વાંગીણ વિકાસલક્ષી બાબતો અંગે માર્ગદર્શન મેળવ્યું. pic.twitter.com/lzHerZzGWz
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 7, 2023
સાણંદ ખાતે પ્લાન્ટનું ભૂમિ પૂજન: આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં પ્રથમ સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ડી.જે. કીમ મુખ્યપ્રધાનને મળ્યાં હતાં. વૈશ્વિક સ્તરે ચોથી સૌથી મોટી એલ.ઈ.ડી. ઉત્પાદક તરીકે સિઓલ સેમિકન્ડક્ટરે નામના મેળવેલી છે. સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ સાથેની વાતચીતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમને ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનવા સજ્જ બન્યું છે. તેની વિગતો આપી હતી. મુખ્યપ્રધાને ખાસ કરીને ગુજરાત સેમિકન્ડક્ટર પોલીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે તેમ જણાવ્યું હતું. મુખ્યપ્રધાને આ ઉપરાંત સેમિકન્ડક્ટર પોલીસી 2022-27 અન્વયેના પ્રોત્સાહનોની પણ વિસ્તૃત સમજ આપી હતી. મુખ્યપ્રધાને સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડને વાઇબ્રન્ટ સમિટ-2024માં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.
-
નવી દિલ્હી ખાતે જે. કે. પેપર લિમિટેડ કંપનીના વાઇસ ચેરમેન શ્રી હર્ષ પતિ સિંઘાનિયા સાથે મુલાકાત કરી. ગુજરાતમાં તાપી જિલ્લાના સોનગઢમાં કંપનીનો મોટો પેપર ઉત્પાદન પ્લાન્ટ કાર્યરત છે. ગુજરાતમાં ઉદ્યોગગૃહોને રાજ્ય સરકાર તરફથી ઔદ્યોગિક એકમોની સ્થાપના માટે જરૂરી મંજૂરીઓ ઝડપથી મળે છે… pic.twitter.com/Xv2n6ew6Bz
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">નવી દિલ્હી ખાતે જે. કે. પેપર લિમિટેડ કંપનીના વાઇસ ચેરમેન શ્રી હર્ષ પતિ સિંઘાનિયા સાથે મુલાકાત કરી. ગુજરાતમાં તાપી જિલ્લાના સોનગઢમાં કંપનીનો મોટો પેપર ઉત્પાદન પ્લાન્ટ કાર્યરત છે. ગુજરાતમાં ઉદ્યોગગૃહોને રાજ્ય સરકાર તરફથી ઔદ્યોગિક એકમોની સ્થાપના માટે જરૂરી મંજૂરીઓ ઝડપથી મળે છે… pic.twitter.com/Xv2n6ew6Bz
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 6, 2023નવી દિલ્હી ખાતે જે. કે. પેપર લિમિટેડ કંપનીના વાઇસ ચેરમેન શ્રી હર્ષ પતિ સિંઘાનિયા સાથે મુલાકાત કરી. ગુજરાતમાં તાપી જિલ્લાના સોનગઢમાં કંપનીનો મોટો પેપર ઉત્પાદન પ્લાન્ટ કાર્યરત છે. ગુજરાતમાં ઉદ્યોગગૃહોને રાજ્ય સરકાર તરફથી ઔદ્યોગિક એકમોની સ્થાપના માટે જરૂરી મંજૂરીઓ ઝડપથી મળે છે… pic.twitter.com/Xv2n6ew6Bz
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 6, 2023
રેલવે બોર્ડના ચેરમેન જયા સિંહા સાથે મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હી ખાતે રેલવે બોર્ડના ચેરમેન જયા સિંહા મળ્યા હતા. ગુજરાતમાં વિવિધ રેલવે પ્રોજેક્ટ ધોલેરા ભીમનાથ, અમદાવાદ - ધોલેરા, હજીરા - સુરત, આબુ - અંબાજી , તારંગા વગેરેમાં પ્રગતિ ડીપીઆર અને ટેન્ડર સંદર્ભમાં ચર્ચા કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલા ઝડપી સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર સાથે જુદા જુદા રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ અને હાઇ સ્પીડ રેલ કોરિડોર અંગે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો.
પેટીએમના સ્થાપક શ્રીવીએલ શર્મા સાથે મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નવી દિલ્હીમાં પેટીએમના સ્થાપક અને સીઈઓ શ્રીવીએલ શર્માએ મુલાકાત યોજીને ગુજરાતના ગિફ્ટ સિટી દ્વારા દેશના અન્ય રાજ્યોમાં પેટીએમ કનેક્ટિવિટીનો પ્રોજેક્ટ હાથ ધરવાની તત્પરતા વ્યક્ત કરી હતી. તેમણે ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ બન્યું છે. તેમાં તેઓ પણ પોતાના ઓપરેશન દ્વારા સહયોગ કરવા માંગે છે તેની ભૂમિકા આપી હતી. એટલું જ નહિ ગુજરાતના શહેરી વિસ્તારમાં શેરી ફેરિયાઓ અને નાના દુકાન દારો માટે ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા માટે તેમણે રાજ્યની નગરપાલિકાઓ સાથે જોડાણ કરવા પણ ઉસ્તુક્તા દાખવી હતી.
પેપર લિમિટેડના વાઇસ ચેરમેન સાથે બેઠક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જે કે પેપર લિમિટેડના વાઇસ ચેરમેન શ્રી હર્ષ પતિ સિંઘાનિયાએ મુલાકાત બેઠક યોજીને ગુજરાતમાં ઉદ્યોગોને રાજ્ય સરકાર તરફથી ઝડપી મંજૂરીઓ અને વીજળી, પાણી, પર્યાવરણ સંદર્ભની મંજૂરીઓ ત્વરાએ મળે છે તે માટે આભાર માન્યો હતો. તાપી જિલ્લાના સોનગઢમાં તેમનો મોટો પેપર ઉત્પાદન પ્લાન્ટ કાર્યરત છે તેની વિગતો આપતા તેમણે રાજ્યમાં વધુ રોકાણ કરવા માટે ઉત્સુકતા દાખવી હતી.
ટાટા પાવર રીન્યુએબલ લીમીટેડના પ્રેસિડેન્ટ સાથે મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટાટા પાવર રીન્યુએબલ લીમીટેડના પ્રેસિડેન્ટ આશિષ ખન્ના સાથે મુલાકાત બેઠક યોજી હતી. તેમણે તાજેતરમાં જાહેર કરેલી રીન્યુએબલ પોલિસીની પ્રસંશા કરી હતી અને આ પોલિસી ગુજરાતમાં સોલાર, વિંડ, હાઇબ્રીડ અને ગ્રીન હાઈડ્રોજન સહિત ના સમગ્ર રીન્યુએબલ એનર્જી સેકટરમાં ગુજરાતને અગ્રણી બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે ધોલરામાં રીન્યુ એબલ એનર્જી પ્લાન્ટ સ્થાપવા ઉત્તમ સગવડો છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રીન્યુએબલ એનર્જી હબ બનવાની પૂરી ક્ષમતા ધરાવે છે તેની ભૂમિકા આપી હતી. કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે તેની પણ ચર્ચા કરી હતી. મુખ્મંત્રીએ ટાટા પાવરને તેમના વિસ્તરણ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર યોગ્ય મદદ માટે પણ સહયોગ આપશે તેવું જણાવ્યું હતું.
-
ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (TPREL) કંપનીના પ્રેસિડન્ટ શ્રી આશિષ ખન્ના સાથે બેઠક કરી. આગામી પાંચ વર્ષમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે જંગી મૂડીરોકાણ કરવાની કંપનીની યોજના છે, તે સંદર્ભે ગુજરાત સરકારે તાજેતરમાં જ લોન્ચ કરેલ રિન્યૂએબલ એનર્જી પોલિસી અંતર્ગત મળનારા પ્રોત્સાહનો… pic.twitter.com/Bf9657t9VD
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (TPREL) કંપનીના પ્રેસિડન્ટ શ્રી આશિષ ખન્ના સાથે બેઠક કરી. આગામી પાંચ વર્ષમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે જંગી મૂડીરોકાણ કરવાની કંપનીની યોજના છે, તે સંદર્ભે ગુજરાત સરકારે તાજેતરમાં જ લોન્ચ કરેલ રિન્યૂએબલ એનર્જી પોલિસી અંતર્ગત મળનારા પ્રોત્સાહનો… pic.twitter.com/Bf9657t9VD
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 6, 2023ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (TPREL) કંપનીના પ્રેસિડન્ટ શ્રી આશિષ ખન્ના સાથે બેઠક કરી. આગામી પાંચ વર્ષમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે જંગી મૂડીરોકાણ કરવાની કંપનીની યોજના છે, તે સંદર્ભે ગુજરાત સરકારે તાજેતરમાં જ લોન્ચ કરેલ રિન્યૂએબલ એનર્જી પોલિસી અંતર્ગત મળનારા પ્રોત્સાહનો… pic.twitter.com/Bf9657t9VD
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 6, 2023
ઓકિનાવા ઇ-વ્હિકલ ઉત્પાદન કંપનીના સ્થાપક સાથે બેઠક: મુખ્યમંત્રીએ ઓકિનાવા ઇ-વ્હિકલ ઉત્પાદન કંપનીના સ્થાપક અને એમ.ડી શ્રી જીતેન્દ્ર શર્મા સાથે નવી દિલ્હીમાં વન-ટુ-વન બેઠક કરી. હવેનો સમય ક્લીન એનર્જી તરફ વળવાનો સમય છે, ત્યારે ઇ-વ્હિકલ્સના ઉપયોગ અને ઉત્પાદન બંનેને વેગ આપવાના ગુજરાત સરકારના પ્રયાસોની રૂપરેખા તેમની આપી. આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા તેમને આમંત્રણ પાઠવ્યું.
વાઇબ્રન્ટ સમિટ-2024માં જોડાવાનું આમંત્રણ: આ સંદર્ભમાં સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ શ્રી ડી.જે. કીમે પણ ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ શરૂ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી.