:અરજદારના વકીલે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ કેસની તપાસમાં હજી એક વર્ષ જેટલો સમય લાગી શકે જેથી આરોપીઓને કસ્ટડીમાંથી મુક્ત કરી તેમના જામીન મંજુર કરવામાં આવે. અગાઉ હાઈકોર્ટ દ્વારા બંને આરોપીઓના 3 મહિનાના વચ્ચગાળા જામીન મંજુર કરવામાં આવ્યા હતા અને આ સમયગાળા દરમિયાન આરોપીઓ તરફે કોઈપણ દુર-વ્યવહાર કે શરતોનો ભંગ કર્યો નથી.
આ મુદે સીબીઆઈ તરફે દાખલ કરવામાં આવેલા સોંગદનામામાં દલીલ કરી હતી કે વર્ષ 2007 થી 2018 સુધીમાં આરોપીઓની કંપની દ્વારા વિવિધ ફંડ મેળવ્યા છે જેની તપાસ હાલ બાકી છે. આ કેસની તપાસ બાકી છે ત્યારે આરોપીઓના જામીન મંજુર કરવામાં આવે તો પુરાવવા સાથે ચેંડા કરી શકે અથવા સાક્ષીઓને પણ પ્રભાવિત કરી શકે છે. આ કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીઓ અને અન્ય લોકોને શોધવા મુશ્કેલ થઈ જશે.
ગત વર્ષ માર્ચ 2018માં સીબીઆઈએ ભટ્ટનાગર બંધુઓ વિરૂધ 11 બેંક જોડે કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરી હતી.