ETV Bharat / state

Bageshwar Dham Divya Darbar : અમદાવાદમાં દિવ્ય દરબાર 18થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાશે, મોટું નિવેદન આપ્યું - બાગેશ્વર ધામ પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

અમદાવાદમાં 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. ગુરુવારથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાથીજણ ખાતે ત્રિદિવસીય દિવ્ય દરબાર યોજાશે. બાગેશ્વર ધામ પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી પહોંચ્યાં છે જ્યાં તેમણે માધ્યમો સાથે વિવિધ મુદ્દે વાતચીત કરી હતી.

Bageshwar Dham Divya Darbar : અમદાવાદમાં દિવ્ય દરબાર 18થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાશે, મોટું નિવેદન આપ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 9:29 PM IST

ગરબા અંગે પણ મોટું નિવેદન આપ્યું

અમદાવાદ : અમદાવાદમાં બાગેશ્વર ધામ પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો ફરી દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. ગુરુવારથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાથીજણ ખાતે બાબા બાગેશ્વરનો ત્રિદિવસીય દિવ્ય દરબાર યોજાશે જેમાં બે લાખ કરતાં વધારે ભક્તો આવે તેવી શક્યતા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી કરશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે યાત્રાધામ અંબાજીમાં બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા યોજાયા બાદ અમદાવાદ ખાતે પણ ત્રણ દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને તેઓ અમદાવાદ આવી પહોંચ્યાં છે. તેમણે પોરબંદરમાં સાંદિપની આશ્રમની મુલાકાતને લઇને અને ગરબા અંગે પણ મોટું નિવેદન આપ્યું હતું.

બે લાખ ભક્તો આવે તેવી શક્યતા અમદાવાદનાં હાથીજણ વિસ્તારમાં ફરી એકવાર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. હાથીજણ ખાતે તારીખ 18 થી 20 દરમ્યાન ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈ કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 ઓક્ટોબરનાં રોજ ત્રણ દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં દોઢથી બે લાખ ભક્તો આવે તેવી શક્યતા છે. તેમજ કથા બાદ રાત્રી દરમ્યાન ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કળશયાત્રા યોજાઇ અમદાવાદમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનાં આયોજન બાબતે વધુમાં જાણવા મળ્યું હતું કે, ત્રણ દિવસ કથાનું આયોજન કરેલું છે. જેનાં ભાગરૂપે આજે કળશયાત્રા યોજાઇ હતી. ત્યારે આજે કળશયાત્રાને લઈ ચાર દિવસનો કાર્યક્રમ થઈ ગયો છે. તા.18 થી 20 દરમ્યાન યોજાનાર છે. જેમાં પ્રથમ દિવસે માતાજીનો મહિમા, માતાજીની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે બાબતે કથાનું આયોજન કર્યું છે.

દિવ્ય દરબારનું આયોજન જ્યારે 19 તારીખે સાંજે પાંચ વાગ્યાથી દિવ્ય દરબારનું આયોજન કરેલ છે. દિવ્ય દરબારમાં માનવ જીવનની સમસ્યાઓ છે તે સમસ્યાઓનાં સમાધાન માટે એક દિવસીય દિવ્ય દરબાર થશે. કથા બાદ રાત્રે 8 થી 9 ત્રણ દિવસ ગરબા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કથાના સમયમાં ફેરફાર : મળતી માહિતી પ્રમાણે વાતાવરણમાં ગરમી વધતા કથાનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે પહેલા 3 થી 7 નો કથાનો સમય હતો. જે સમય બદલીને નવો સમય 5 વાગ્યા સાંજે 8 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે. કથાનો પ્રારંભ પાંચ વાગ્યાથી થશે. કથામાં આવનાર ભક્તોને તકલીફ ન પડે તે માટે પાણી સહિત જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

બહારથી આવનારા માટે જમવાની વ્યવસ્થા : જે લોકો બહારથી આવશે તે તમામ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દરરોજ પાંચથી સાત હજાર માણસોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. બહારથી જે લોકો આવી રહ્યા છે તે તમામને બને તેટલી સુવિધા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

  1. Bageshwar Dham in Porbandar :પોરબંદર સાંદિપની આશ્રમ મુલાકાતે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષામાં કચાશ, રમેશ ઓઝાએ કહ્યું આઈ લવ યુ
  2. Bageshwardham in Ahmedabad : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની હાથીજણમાં હનુમંત કથાની તૈયારીઓ, એક દિવસીય દિવ્ય દરબાર પણ યોજાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.