ETV Bharat / state

Bad Roads: મોણસર-ઉમરગઢ વચ્ચે બનેલા રોડમાં માત્ર એક જ મહિનામાં ગાબડા પડ્યા, ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત - 2019માં રોડનું કામ મંજૂર થયું હતું

અમદાવાદના ધંધુકા તાલુકાના મોણસરથી ઉમરગઢ ગામના રસ્તા (Roads from Monsar in Dhandhuka taluka to Umargarh village) વર્ષોથી બિસ્માર હાલત (Bad Roads)માં જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આવા બિસ્માર રસ્તા (Bad Roads)ના કારણે ગામના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જોકે, અહીં વર્ષ 2019માં મંજૂર થયેલા રોડનું કામ વર્ષ 2021માં કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર એક મહિનાની અંદર તો રસ્તો પહેલા જેવો જ થઈ જતા સ્થાનિકો રોષે ભરાયા છે.

Bad Roads: મોણસર-ઉમરગઢ વચ્ચે બનેલા રોડમાં માત્ર એક જ મહિનામાં ગાબડા પડ્યા, ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત

author img

By

Published : Jun 29, 2021, 3:54 PM IST

  • ધંધુકા તાલુકાના મોણસરથી ઉમરગઢ ગામ (Monsar to Umargarh village) જતા રસ્તા બિસ્માર હાલતમાં (Bad Roads)
  • બિસ્માર રસ્તા (Bad Roads)નું કામ એક મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું
  • એક મહિનાની અંદર રસ્તામાં ફરી ગાબડા પડતા સ્થાનિકોમાં રોષ (Outrage among locals)
  • એજન્સી દ્વારા રોડ બનાવવામાં આવ્યા, પરંતુ એક જ માસમાં રસ્તામાં ગાબડા પડ્યા

અમદાવાદઃ ધંધુકા તાલુકાના મોણસરથી ઉમરગઢ ગામ (Monsar to Umargarh village)ના રસ્તો વર્ષોથી બિસ્માર હાલત (Bad Roads)માં છે, જેના કારણે સ્થાનિકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે, વર્ષ 2019માં અહીં સારા રસ્તો બનાવવાનું કામ મંજૂર થયું હતું, જે વર્ષ 2021માં શરૂ થયું હતું. જોકે, મોણસરથી ઉમરગઢ ગામને જોડતો એપ્રોચ રોડ માર્ગ અને મકાન વિભાગે (Approach Road Road and Building Department) વર્ષ 2019માં મંજૂર કર્યું હતું, પરંતુ માત્ર એક મહિનાની અંદર રસ્તો ફરી બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. કારણ કે, રસ્તા પર ગાબડા પડી ગયા હતા.

બિસ્માર રસ્તા (Bad Roads)નું કામ એક મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું

આ પણ વાંચો- પોરબંદરના ઇન્દિરાનગર-બિરલા અને રોકડીયા હનુમાન-બોખીરા હાઇ-વે બિસ્માર હાલતમાં

ધંધુકા માર્ગ-મકાન વિભાગના અધિકારીએ કોન્ટ્રાક્ટરને શા માટે સમય આપ્યો?

એપ્રોચ રોડ ટેન્ડર (Approach road tender) પ્રક્રિયા મુજબ, રોડ માપ સાઈઝ વિના (Without road measure size) તેમ જ સ્પેસિફિકેશન (Specification) મુજબ ન બન્યાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ રોડ અંગે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાયા બાદ કોન્ટ્રાક્ટરે રોડના કામની શરૂઆત કરતા ઉમરગઢ ગામના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ રોડના કામની શરૂઆતથી જ રોડનું કામ ટેન્ડર પ્રક્રિયા મુજબ યોગ્ય માપ સાઈઝ વિના તેમ જ સ્પેસિફિકેશન મુજબ રોડ ન બનતા હોવાનું ગ્રામજનોએ ધંધુકા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને જાણ કરી હતી, પરંતુ કોઈએ કંઈ સાંભળ્યું નહીં.

આ પણ વાંચો- રોડ રસ્તા બિસ્માર બનતા આપના કોર્પોરેટર અને સ્થાનિકોનો વિરોધ

સ્થાનિક તંત્રએ ન સાંભળતા સ્થાનિકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા પહોંચ્યા

આ અંગે ધંધુકા તાલુકા ડેલિકેટ અને ભાજપ અગ્રણી વિજયસિંહ બારડને ગ્રામજનોએ રજૂઆત કરતાં તેમણે પણ માર્ગ અને મકાન વિભાગના ઈજનેર ધંધુકાને જાણ કરી કામ કરવા જણાવ્યું હતું. જોકે, તેમ છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા હતા. ત્યારે હવે સ્થાનિકોએ ઉચ્ચકક્ષાએ નવા બનેલા એપ્રોચ રોડ અંગે રજૂઆત કરી હતી.

કોન્ટ્રાક્ટર અને માર્ગ-મકાન વિભાગના ઈજનેર પર કથિત ભ્રષ્ટાચારનો આક્ષેપ (Allegation of alleged corruption)

અંતે ગઈકાલે રાતે ગામના રહીશોએ ઉમરગઢ ગામ ખાતે સ્થાનિક BJP હોદ્દેદારો અને કાર્યકરોની બેઠક બોલાવી તેમને રજૂઆત કરી હતી. નવા બનેલા એપ્રોચ રોડ બાબતે યોજેલી બેઠકમાં APMCના ચેરમેન સહદેવસિંહ ગોહિલ, અમદાવાદ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સુરજિતસિંહ ગોહિલ, વિજયસિંહ બારડ, ચેતનસિંહ ચાવડા, રાજુભાઈ કોન્ટ્રાક્ટર સલીમભાઈ તેમ જ ગ્રામ પંચાયતના સરપંચ હિતેશભાઈ હાજર રહ્યા હતા. અહીં ગ્રામજનો દ્વારા એપ્રોચ રોડ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆત સાંભળતા APMCના ચેરમેન સહદેવ સિંહ ગોહિલે એપ્રોચ રોડના સુધારાત્મક બાબતે યોગ્ય કામગીરી કરાવવા અંગે ખાતરી આપી હતી. આ ઉપરાંત અમદાવાદ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સુરજિતસિંહ ગોહિલ દ્વારા પણ રોડને ગુણવત્તાસભર બનાવવા તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય પગલા લેવડાવવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.