ETV Bharat / state

Atiq ahmed Case: અતિક અહેમદને આજીવન કેદની સજાના એલાન બાદ સાબરમતી જેલમાં શિફ્ટ કરાયો - Sabarmati Jail Atiq Ahmed

ઉત્તરપ્રદેશના માફિયા અતિક અહેમદને ફરીવાર સાબરમતી જેલમાં ધકેલી દેવાયો છે. વર્ષ 2007માં ઉમેશપાલ અપહરણ કેસમાં તેને ઉત્તર પ્રદેશ પ્રયાગરાજની એમપી- એમએલએની સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે ત્યારે હવે અતિક અહેમદ પાકા કામના કેદી તરીકે અમદાવાદની સાબરમતી જેલમાં કેદ રહેશે.

Atiq ahmed Case: આતિક અહેમદને આજીવન કેદની સજાના એલાન બાદ સાબરમતી જેલમાં શિફ્ટ કરાયો

author img

By

Published : Mar 29, 2023, 8:19 PM IST

Updated : Mar 29, 2023, 10:04 PM IST

Atiq ahmed Case: આતિક અહેમદને આજીવન કેદની સજાના એલાન બાદ સાબરમતી જેલમાં શિફ્ટ કરાયો

અમદાવાદઃ ઉત્તર પ્રદેશ પોલીસ મંગળવારે રાત્રે અતિક અહેમદને લઈને ગુજરાત આવવા રવાના થઈ હતી. એ પહેલા રવિવારે પ્રયાગરાજ પોલીસની 45 અધિકારીઓની ટીમે કડક સુરક્ષા વચ્ચે અતિક અહેમદને અમદાવાદથી ઉત્તર પ્રદેશ લઈ જવાની કામગીરી હાથ ધરી હતી. મંગળવારે સવારે પ્રયાગરાજની કોર્ટમાં અતિક અહેમદ સામેના કેસનો ચુકાદો હોવાથી કોર્ટના આદેશ અનુસાર તેને હાજર રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અતીક અહેમદે કહ્યું 'શાનો ડર', અને થયો અકસ્માત, જુઓ LIVE VIDEO

સુરક્ષા વચ્ચે શિફ્ટઃ અતિક અહેમદને સંભળાવવામાં આવેલી આજીવન કેદની સજા સામે તેણે મીડિયા સમક્ષ હાઇકોર્ટમાં જવાની પણ વાત કરી હતી. મહત્વનું છે કે માફિયા અતિક અહેમદ સામે અપહરણ હત્યા સહિત 101 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. તેને પ્રથમ વાર આ કેસમાં સજા ફટકારવામાં આવી છે. હવે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં તે પાકા કામના કેદી તરીકે કેદ રહેશે.

  • Gangster-politician Atiq Ahmed brought back to Sabarmati Central Jail in Ahmedabad from Uttar Pradesh: Official

    — Press Trust of India (@PTI_News) March 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જેલમાં જિંદગીઃ ઉત્તર પ્રદેશમાં અતિક અહેમદ સામે રાજુપાલ હત્યા કેસ અને ઉમેશ પાલ હત્યા કેસ સહિત અનેક ગુનાઓ નોંધાયેલા હોવાથી આગામી દિવસોમાં તેને ટ્રાન્સફર વોરંટથી ઉત્તર પ્રદેશ લઈ જવાઈ શકે છે. અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના આદેશથી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં વર્ષ 2019 માં મોકલવામાં આવ્યો હતો. જેથી તેની સામેના ચુકાદાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને પરત સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Umesh Pal Murder Case: મારા પતિ ઉમેશ પાલ મર્ડર કેસમાં સામેલ નથી,

સાબરમતી માટે અપીલઃ જોકે આજીવન કેદની સજા સાંભળતા જ તેણે કોર્ટમાં પોતાને સાબરમતી જેલમાં જ મોકલવામાં આવે તેવી અપીલ પણ કરી હતી. અપહરણ કેસમાં અતિક અહેમદ સહિત 3 ને આજીવન કેસની સજા ફટકારવામાં આવી છે. જ્યારે તેના ભાઈ અશરફ સહિત સાથ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. જોકે, પ્રયાગરાજથી અમદાવાદ સુધી કડક પોલીસ સુરક્ષા વચ્ચે અતિકને સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો.

Last Updated : Mar 29, 2023, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.