ETV Bharat / state

ડ્રેનેજને લગતી સમસ્યા દૂર કરવા વર્લ્ડ બેંક પાસેથી લેવાશે સહાય - ઇન્ફાસ્ટ્રકચર

અમદાવાદમાં આગામી દિવસોમાં ગટર વ્યવસ્થા માટેના ઇન્ફાસ્ટ્રકચર કાર્યોને વેગ મળે તે માટે 3000 કરોડના વર્લ્ડ બેંકની સહાય થકી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

dranage
dranage
author img

By

Published : Dec 16, 2020, 8:54 PM IST

  • NGTના નિયમો મુજબ થશે કામગીરી
  • 456 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું વિકાસ
  • 651 કરોડના ખર્ચે નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે

અમદાવાદ : વર્લ્ડ બેંક પાસેથી નાણાકીય સહાય મેળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શહેરના જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી. જે દરમિયાન નાણા ખાતા તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાતા સહિતના અધિકારીઓને સાથે ઓનલાઇન મિટિંગનું આયોજન કરીને તમામ કાર્ય માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. NGT દ્વારા સુચવાયેલા નિયમો મુજબ કામગીરી કરાશે. સુએઝ પ્લાન્ટ માટેની પણ ચોક્કસ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે.

589 કરોડના ખર્ચે નવા સુએઝ પ્લાન્ટ માટેની કામગીરી કરાશે

હયાત સુએઝ પ્લાન્ટ અને માઇક્રો ટ્રેનિંગ માટેની કામગીરી માટે NCTE દ્વારા સૂચવવામાં આવેલા તમામ નિયમોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ બેંક પાસેથી સહાય મેળવવામાં આવશે. ત્યાર બાદ અમદાવાદ શહેર સહિત જે પ્રકારની કામગીરીઓ કરશે. તો બીજી તરફ આગામી વર્ષ 2045 સુધી અમદાવાદ શહેરને ડ્રેનેજની કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે બનતા પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવશે.

514 કરોડના કામોનું આયોજન કરવામાં આવશે

વધારાની ડ્રેનેજ માટેની સુવિધા અને તેની ટ્રીટમેન્ટ માટેની કામગીરી પણ કરવામાં આવશે. અમદાવાદમાં હાલ સુએજ ટ્રીટમેન્ટ માટેની 993 MLD પ્લાન્ટ છે. આગામી દિવસોમાં આ વધારા માટે 514 કરોડના કામોનું આયોજન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.