અમદાવાદ: રાજયસરકાર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને (Assembly elections 2022) લક્ષ્યમાં રાખી તૈયારીઓ આદરી દીધી છે. આ તૈયારીઓ હેઠળ યુવાઓને પાર્ટીમાં કંઇ રીતે જોડાવા તે અંગે આયોજન હાથ ધરાયું છે. ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ (President of BJP Pradesh Yuva Morcha) પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, આજે શનિવારના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (President of BJP Pradesh Yuva Morcha) અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ (Region President CR Patil) ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય (BJP region office) ખાતેથી યુવા મોરચાના 1800 વિસ્તારકોને પ્રસ્થાન કરાવામાં આવશે.
જાણો સુશાસન દિવસ અને યુવા દિવસ વિશે
આજે શનિવારના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઇની જન્મ જયંતી છે. દેશભરમાં અટલબિહારી વાજપાઇની જન્મ જયંતીને (Birth anniversary of Atal Behari Vajpayee) 'સુશાસન દિવસ' (Good Governance Day) તરીકે ઉજવવામાં આવે છે. આગામી 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ આવે છે. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને 'યુવા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને 17 દિવસ રહ્યાં છે. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના માધ્મથી ભાજપના યુવા મોરચાના 3600 કાર્યકર્તાઓએ વિસ્તારક તરીકેની રાજ્યભરમાં યાત્રા કરીને યુવાનોને ભાજપ સાથે જોડવાનું કાર્ય હાથ ધરશે.
ત્રણ તબક્કામાં યૂવાઓને ભાજપમાં જોડાવાનું કાર્ય થશે
આ યોજનાનું અમલીકરણ ત્રણ તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી 'યુથ ચલા બૂથ' અંતર્ગત દરેક બુથમાં પેજ સમિતિના માધ્યમથી નવા ઉમેરાયેલા યુવા મતદારોને ભાજપ સાથે જોડવાની પ્રકિયા શરૂ કરવામાં આવશે. બીજા તબક્કામાં 01 જાન્યુઆરીથી લઈને 07 જાન્યુઆરી સુધી શાળા-કોલેજ, ક્લાસીસ અને જાહેર સ્થળો પર યુવાનોનો સંપર્ક કરી ભાજપ સાથે જોડાવાના પ્રયત્ન હાથ ધરવામાં આવશે. ત્રીજા તબક્કામાં નવા જોડાયેલા યુવાનોનું વિધાનસભા વિસ્તાર પ્રમાણે યુવા સંમેલનના કાર્યક્રમની ગોઠવણી કરવામાં આવશે.
આ પણ વાંચો:
Gujarat Cabinet Meeting 2021: વાઈબ્રન્ટ સમિટ, બોર્ડની પરીક્ષા અને પેપર લીક મામલા પર થઈ ચર્ચાઓ
75 Years of Independence: બમતુલ બુખારાના પ્રેમમાં હતા ચંદ્રશેખર આઝાદ