ETV Bharat / state

Assam Police Arrested Jignesh Mevani: ભાજપ સરકાર ખોટા કેસો કરે છે, જીગ્નેશ મેવાણીની ધરપકડ થતા કોંગ્રેસ વિફર્યુ

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે. જીગ્નેશ મેવાણીની ધરપકડ (Assam Police Arrested Jignesh Mevani)બાદ તેમના સમર્થકોએ એરપોર્ટ પર હંગામો મચાવ્યો હતો. તેમના કેસના સમર્થકો નિવેદનની મૂળ ટ્રાન્સક્રિપ્ટ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા માટે માગ કરી રહ્યા છે.

Assam Police Arrested Jignesh Mevani: ભાજપ સરકાર ખોટા કેશો કરે છે, જીગ્નેશ મેવાણીની ધરપકડ થતા કોંગ્રેસ વિફર્યુ

author img

By

Published : Apr 21, 2022, 8:01 AM IST

Updated : Apr 21, 2022, 8:39 AM IST

અમદાવાદઃ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Vadgam mla jignesh mevani)ની આસામ પોલીસે ધરપકડ કરતા ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. મેવાણીની ટીમે જણાવ્યું હતું કે, મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાત્રે 11.30 વાગ્યે ધરપકડ (Assam Police Arrested Jignesh Mevani) કરવામાં આવી હતી. બાદમાં અમદાવાદ એરપોર્ટ પર વિમાન દ્વારા તેને આસામ લઈ જવાયો હતો, આસામમાં જીગ્નેશ મેવાણી વિરુદ્ધ કેસ (Jignesh mevani Assam case) નોંધવામાં આવ્યો છે. જોકે, પોલીસે હજુ સુધી FIRની કોપી આપી નથી, તેથી મેવાણીની કયા કેસમાં ધરપકડ કરવામાં આવી છે? તે હજુ સુધી જાણી શકાયું નથી.

  • યુવા ધારાસભ્ય અને લડાયક નેતા @jigneshmevani80 સામે ભાજપ સરકાર ખોટા કેશો કરે છે, જેથી આજે રાત્રે આસામ પોલીસ દ્વારા પાલનપુર સર્કિટ હાઉસ થી તેમને હીરાસતમાં લઇ ટ્રેન દ્વારા આસામ લઈ જઈ રહ્યા છે ત્યારે તેમને મોરલ સ્પોર્ટ માટે હું રાત્રે 3.30 કલાકે રેલવે સ્ટેશન પહોંચી મુલાકાત કરીશ. pic.twitter.com/Si2FEHmNSu

    — Jagdish Thakor (@jagdishthakormp) April 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોઈપણ ટ્વીટના સંદર્ભમાં મારી ધરપકડ કરવામાં આવીઃ જાણવા મળ્યું છે કે, આસામ પોલીસે (Jignesh mevani Assam Police) કેટલાક કેસમાં મેવાણીની ધરપકડ કરી છે. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, મારી કોઈપણ ટ્વીટના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી છે. જોકે, પોલીસે મને કોઈ ચોક્કસ માહિતી આપી ન હતી. મેવાણીએ કહ્યું કે, હું કોઈ ખોટી ફરિયાદથી ડરતો નથી. હું મારી લડાઈ ચાલુ રાખીશ. મધ્યરાત્રિએ કોંગ્રેસના નેતાઓ મેવાણીના સમર્થનમાં બહાર આવ્યા હતા.

  • આસામ પોલીસે MLA જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી, અડધી રાત્રે એરપોર્ટ મારફતે આસામ લઈ ગયા છે. મધરાતે 3.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે મુલાકાત કરી. લડાયક યુવાનો ભાજપ ની સરકાર સામે પ્રજાનો અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ સરકાર ડરાવી રહી છે. પરંતુ અમે ડરીશું નહિ લડીશું. pic.twitter.com/pHXrYxussh

આ પણ વાંચોઃ ફોટો ગેલેરીઃ કોણ છે તેલુગુ અભિનેત્રી પ્રિયંકા, જેની સાથે વેંકટેશ ઐયરના અફેરની છે ચર્ચા

જીજ્ઞેશ કે કોંગ્રેસ આવી ફરિયાદોથી ડરતા નથીઃ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓએ જિજ્ઞેશના સમર્થનમાં અને આસામ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મેવાણીની ધરપકડ અંગે જગદીશ ઠાકોરે કહ્યું કે, જિજ્ઞેશ વિરુદ્ધ RSS પર ટ્વિટ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ એક એવા ધારાસભ્યને ડરાવવાનો પ્રયાસ છે જે પૈસામાં માનતા નથી એટલે ખોટી ફરિયાદ કરી છે. જીજ્ઞેશ કે કોંગ્રેસ આવી ફરિયાદોથી ડરતા નથી. અમારી લીગલ ટીમ જીગ્નેશ માટે લડશે અને તેને છોડાવશે.

  • @TwitterIndia has withheld my last two tweets.
    One tweet talks about RSS not hoisting the tricolour for centuries. This is a historical truth & the other is about Modi ji's belief in Godse's ideology.

    I challenge the BJP to prove any of these facts wrong. @Twitter pic.twitter.com/yJ2VQ4wqgm

    — Jignesh Mevani (@jigneshmevani80) April 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ fourth wave in India: ટોચના વૈજ્ઞાનિક કહે, ચોથી કોવિડ વેવ? કોઈ શક્યતા જ નથી

ટ્વિટ કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છેઃ મેવાણીના વકીલ પરેશ વાઘેલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટ્વિટ કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. CrPC 80નું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે અમને કહેવામાં આવ્યું નથી કે, ધારાસભ્યને કસ્ટડીમાં લેવામાં આવે તે પહેલાં પરવાનગી લેવામાં આવી હતી.

Last Updated : Apr 21, 2022, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.