ETV Bharat / state

ગિરનાર પર્વત પર ગંદકીથી કંટાળી અરજદારે ખખડાવ્યા HCના દ્વાર, કહ્યું - આજે પણ નથી આવ્યો ઉકેલ

જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર થતી ગંદકીનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) પહોંચ્યો છે. અહીં અંબાજી મંદિર, અને દત્તાત્રેય મંદિરની આસપાસ ગંદકી જોવા મળતાં અરજદારે (application against Garbage on Mount Girnar) ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે અરજી કરી છે.

ગિરનાર પર્વત પર ગંદકીથી કંટાળી અરજદારે ખખડાવ્યા HCના દ્વાર, કહ્યું - આજે પણ નથી આવ્યો ઉકેલ
ગિરનાર પર્વત પર ગંદકીથી કંટાળી અરજદારે ખખડાવ્યા HCના દ્વાર, કહ્યું - આજે પણ નથી આવ્યો ઉકેલ
author img

By

Published : Feb 2, 2023, 9:48 PM IST

અમદાવાદઃ જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત એ પોતાના અદભૂત સૌંદર્ય અને લિલિ પરિક્રમા માટે વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે તેની આસ્થાને લગતો જ એક મહત્વનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ગિરનાર પર્વત ઉપર જે ઘણા સમયથી ગંદકી જોવા મળી રહી છે. તેને લઈને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

અરજદારે પર્વત પર થતી ગંદકી સામે વાંધો ઉઠાવ્યોઃ અરજદારે અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિરની આસપાસ ખૂબ જ ભારે પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે. આના કારણે દર્શનાર્થી અને મુલાકાતીઓના સ્વાસ્થ્યને ભારે જોખમ ઊભું થઈ શકે છે. સાથે જ આજુબાજુમાં જેમ કચરો અને પ્લાસ્ટિકની ગંદકી જોવા મળે છે. તેનાથી પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે તેવો અરજદારે અરજીમાં ઉલ્લેખ કર્યો છે.

સમસ્યાનો ઉકેલ નથી આવતોઃ અરજદારે જણાવ્યું હતું કે, ગિરનાર પર્વતની આજુબાજુ અને મંદિરોની આસપાસ જે ગંદકી જોવા મળી રહી છે. તેને લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટરને અનેક વાર રજૂઆત કરી છે. તેમ છતાં પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી. તેમ જ આંખ આડાકાન કરવામાં આવી રહ્યા છે.

પર્યાવરણને થઈ રહ્યું છે નુકસાનઃ તેમણે ઉમેર્યું હતું કે, આ સમસ્યાને લઈને ચીફ કન્ઝવર્ટર ઑફ ફોરેસ્ટમાં પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ત્યાંથી પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ મળી રહ્યો નથી. પ્રાકૃતિક સ્થળો ઉપર દિવસેને દિવસે આ ફેલાતી ગંદકીના કારણે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. તો આ મામલે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પણ અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે.

ગિરનાર પર્વતમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છેઃ મહત્વનું છે કે, ગિરનાર પર્વતમાં દરરોજ હજારોની સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. ત્યારે એવામાં ગંદકીનો પ્રશ્ન ઊભો થવાની તમામ શક્યતાઓ રહેલી હોય છે, પરંતુ આ મામલે તંત્ર દ્વારા પણ કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે જે બેદરકારી રાખવામાં આવી રહી છે તે અયોગ્ય છે .આ ઉપરાંત ગિરનાર પર્વત એક પ્રાકૃતિક સ્થળ છે. ત્યારે તેમાં પરિવાર સાથે પણ જે નુકસાન થઈ શકે છે. આનાથી લોકોના સ્વાસ્થ્યને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.

ટૂંક સમયમાં શરૂ થશે મહાશિવરાત્રિ મેળોઃ ઉલ્લેખનીય છે કે, થોડા સમયમાં જ મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે, જે ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રિના પર્વની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. તેમ જ લાખો લોકોના આધ્યાત્મિકતની આ આસ્થાનું સ્થળ છે. ત્યારે જ્યારે હવે મહાશિવરાત્રિના મેળાને માત્ર 12 જ દિવસની વાર છે. ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન પણ ચાલુ થઈ ગયું છે. મેળાની તૈયારીના ભાગરૂપે તંત્ર દ્વારા પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ગંદકીને લઈને જે પ્રશ્ન સામે આવ્યો છે. તે માટે થઈને તંત્ર હવે કયા અને કેવા પગલાં લે છે તે જોવું રહ્યું? આ સમગ્ર મામલે હવે ગુજરાત હાઈકોર્ટે અત્યારે અરજીનો સ્વીકાર કરીને આગામી દિવસોમાં આ અંગેની સુનાવણી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.