ETV Bharat / state

Heart Attack : ક્રિકેટ મેચ દરમિયાન વધુ એક યુવાનને હાર્ટ એટેકથી થયું મોત - હાર્ટ એટેક

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં ચાલુ મેચ દરમિયાન હાર્ટ એટેક આવતા મૃત્યુ થયાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ ભાડજ ખાતે ચાલી રહેલી GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ક્રિકેટ મેચ દરમિયાન વસંત રાઠોડને ચાલુ મેચ દરમિયાન હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું.

Heart Attack : ક્રિકેટ મેચ દરમિયાન વધુ એક યુવાનને હાર્ટ એટેકથી થયું મોત

author img

By

Published : Feb 26, 2023, 4:04 PM IST

Heart Attack : ક્રિકેટ મેચ દરમિયાન વધુ એક યુવાનને હાર્ટ એટેકથી થયું મોત

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી યુવાનોને હાર્ટ એટેકની સમસ્યા જોવા મળી રહી છે. આ પહેલા પણ રાજકોટમાં ક્રિકેટ રમતા યુવાનોને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. ત્યારે વધુ એક અમદાવાદમાં ભારતના શાંતિનિકેતન ખાતે એક GST ઓફિસરને ચાલુ મેચ હાર્ટ એટેક આવતા મોત થયું છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.

વધુ એક હાર્ટએટકની ઘટના : છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને સ્પોર્ટ સાથે જોડાયેલ યુવાનોમાં આ કેસ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. અગાઉ પણ રાજકોટમાં ચાલુ ક્રિકેટ મેચમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોત થયું હતું. ત્યારે વધુ એક અમદાવાદના ભાડજના શાંતિનિકેતન ખાતે ચાલી રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં GSTના ઓફિસર વસંત રાઠોડને ચાલુ મેચમાં હાર્ટ એટેક આવતા તેને તાત્કાલિક સારવાર માટો સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.

વસંત રાઠોડ પાટડીના ધામા ગામનો વતની હતા : અમદાવાદના ભાડજ ખાતે GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે મેચનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વસંત રાઠોડ નામનો યુવાન જે ચાલુ મેચમાં હાર્ટ એટેક આવતા મોત થયું હતું. વસંત રાઠોડ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ધામા ગામનો વતની હતા. વસંત રાઠોડની હાર્ટ એટેકની ઘટના સમગ્ર કેમેરામાં પણ રેકોર્ડ થયેલી જોવા મળે છે. જ્યારે તે બોલિંગ કરી રહ્યો હતો તે સમય તેને અચાનક ગભરામણ થતા તે નીચે બેસી ગયો હતો.

આ પણ વાંચો : Rajkot News: ક્રિકેટ રમતા વધુ એક યુવાનનું હાર્ટએટેકથી થયું મોત

વીડિયો થયો વાયરલ : ભાડજ ખાતે રમાયેલી GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે મેચમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં વસંત રાઠોડ બેટિંગ દરમિયાન પણ 14 બોલમાં હતા. જેમાં જીએસટી ઓફ 104 નો સ્કોર કર્યો હતો. ત્યારે બાદ ફીલ્ડિંગ દરમિયાન વસંત રાઠોડ જ્યારે બોલિંગ કરવા આવે ત્યારે તેને અચાનક ગભરામણ થવા લાગી હતી તે નીચે બેસી ગયો હતો. તેના આજુબાજુના ખેલાડીએ તેના પીઠ પર માલિશ કરી હતી, ત્યારબાદ સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં જ ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ આ મેચ રોકી દેવામાં આવી હતી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ટીમને વિજેતા જાહેર કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : Rajkot News : શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમી ઘરે જઈ રહેલા યુવાનનું હાર્ટએટેકથી મોત

યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધ્યા : છેલ્લા એક મહિનામાં યુવાનોમાં ખાસ કરીને ચાલુ ક્રિકેટ મેચમા હાર્ટ એટેક આવવાના 3 કેસ સામે આવ્યા છે. જેમાં રાજકોટના જીગ્નેશ ચૌહાણ નામના હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. ઉપરાંત સુરતની અંદર પણ એક યુવક ક્રિકેટ રમીને ઘરે આવે ત્યારે તેને અચાનક છાતીમાં બળતરાને દુખાવો થતાં હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે વધુ એક અમદાવાદના ભાડજ ખાતે પણ ચાલુ મેચમાં યુવાનોને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય કહી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.