ETV Bharat / state

GMERS ગોત્રીની વધુ એક સિદ્ધિ 2 વર્ષની બાળકીને કોરોના મુક્ત કરી - LATEST NEWS OF AHMEDABAD

રાજ્ય સરકારે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની સીધી સુચના હેઠળ GMERS ગોત્રી ખાતે કોરોનાની સારવાર માટે અલાયદી સુવિધા ઉભી કરી છે અને ત્યાં જરૂરી સાધન સુવિધાનો પ્રબંધ કર્યો છે. સરકારે નિર્ધારિત કરેલી ગાઈડલાઈન પ્રમાણે અનુભવી તજજ્ઞ, તબીબોની દોરવણી હેઠળ યુવા તબીબી અધિકારીઓ અને નર્સિંગ પેરા મેડિકલ સ્ટાફ કોરોના યોદ્ધાના રૂપમાં એકજૂટ થઈને સમર્પિત ભાવે દર્દીઓને સાજા કરવાના સમર્પિત પ્રયત્નો કરી રહ્યો છે.

GMERS
GMERS
author img

By

Published : Apr 22, 2020, 3:54 PM IST

અમદાવાદઃ સરકારે નિર્ધારિત કરેલી ગાઈડલાઈન પ્રમાણે અનુભવી અને તજજ્ઞ તબીબોની દોરવણી હેઠળ યુવા તબીબી અઘિકારીઓ અને નર્સિંગ -પેરા મેડિકલ સ્ટાફ કોરોના યોદ્ધાના રૂપમાં એકજૂથ થઈને સમર્પિત ભાવે દર્દીઓને સાજા કરવાના સમર્પિત પ્રયત્નો કરી રહ્યો છે. તેમના આ સમર્પણ ભાવને ઉત્સાહ ચડે એવી વધુ એક સફળતા આજે મળી છે. આજે બોડેલીની માત્ર બે વર્ષની બાળકીને કોરોનાની માંદગીમાંથી સ્વસ્થ કરી આ કોરોના લડવૈયાઓએ એના પરિવારને પાછી સોંપી ત્યારે એમણે કદાચ અનેરા હર્ષ અને પરિતૃપ્તિની લાગણી અનુભવી હતી.

મોટી ઉંમરના વડીલોની જેમ 5 વર્ષ થી ઓછી ઉંમરના બાળકો પણ કોરોના માટે હાઈ રિસ્ક ગણાય છે એવી જાણકારી આપતાં બાળ રોગ તબીબ ડો.લલિત નઈનીવાલે જણાવ્યું કે, આયેશાના દાદા અને વડીલો કોરોના પોઝિટિવ હતા. સદનસીબે આ બાળકી ખૂબ ઓછા લક્ષણો ધરાવતી હતી .અમે એને નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને સપોર્ટિંવ સારવાર આપી, જેને સફળતા મળ્યાનો અમને આનંદ છે.

સારવાર દરમિયાન આયેશાના બે થી ત્રણ વાર ટેસ્ટ કરવામાં આવ્યા જે નેગેટિવ આવતા આજે એને રજા આપવામાં આવી હતી. આ બાળકી હવે તંદુરસ્ત છે.આ અગાઉ એના દાદા પણ અહીંની સારવાર થી સાજા થયાં છે. આમ,ગોત્રીની મેડિકલ ટીમે આ પરિવારને જાણે કે ખુશીઓ ની બેવડી સૌગાદ આપી છે. અત્યાર સુધીમાં ગોત્રી હોસ્પિટલની સારવાર થી શહેરના ત્રણ અને બોડેલી - છોટાઉદેપુર જિલ્લાના બે મળી ફૂલ 5 દર્દીઓ કોરોના માં થી મુક્ત થયાં છે.

આ અંગે આનંદની લાગણી વ્યક્ત કરતાં ડો.ચિરાગ રાઠોડે જણાવ્યું કે આ પાંચ પૈકી ચાર લગભગ 55 વર્ષ થી વધુ ઉંમરના હતાં. આ બાળકી 2 વર્ષની ઉંમરની છે. આ બંને પ્રકારની વય હાઈ રિસ્ક ગણાય છે.મોટી ઉંમરના ચાર દર્દીઓમાં બે ડાયાબિટીસ અને કિડનીની બીમારી ધરાવતા દર્દીઓ હતા.કોરોનાની સાથે આ બીમારીઓથી જોખમ વધે છે. એટલે એક રીતે પડકાર જનક કેસોની સારવારમાં મળેલી સફળતા થી અમારો ઉત્સાહ વધ્યો છે.તમામ દર્દીઓ સાજા થઈ ઘેર જાય એવી શુભ ભાવના અને નિષ્ઠા સાથે અમારી ટીમો કાર્યરત છે.

બાળકીના પિતા આહેમદઉલ્લાએ જણાવ્યું કે, મારા પિતા પોઝિટિવ હતા.એટલે આયેશાની પણ તપાસ કરી.એને ગોત્રીમાં દાખલ કરી લગભગ તેર દિવસ સુધી સારવાર આપી.હવે એ સાજી થઈ ગઈ છે.રિપોર્ટ નેગેટિવ આવ્યા છે એટલે રજા આપી છે. અહીં સુવિધા સારી છે,સ્ટાફ સારો છે અને ડોકટર સારા છે. કોરોના એક અદૃશ્ય દુશ્મન છે એટલે એની સામેનું યુદ્ધ અઘરું છે, પડકારજનક છે. તબીબો અને આરોગ્ય સ્ટાફ આ યુધ્ધમાં સારવારની કુશળતા અને સંવેદના દ્વારા જીવન બચાવવામાં યોગદાન આપી રહ્યા છે.એમની પ્રત્યેક સફળતા વધાવી લેવા અને પ્રોત્સાહન આપવાને યોગ્ય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.