- નારણપુરામાં દાળવડા માટે લાઈન લાગી
- વરસાદ બાદ દાળવડા માટે અમદાવાદીઓની લાઈન
- સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા તંત્ર એ દુકાન બંધ કરાવી
- નારણપુરની આનંદ દાળવડા નામની દુકાન AMCએ બંધ કરાવી
અમદાવાદ : તૌકતે વાવાઝોડાના કારણે અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં દાળવડાના શોખીન અમદાવાદીઓની અંકુર કોમ્પલેક્ષમાં આનંદ દાળવડા દુકાન બહાર લાઈનો લાગી ગઈ હતી. જેની તસવીર પર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેથી મંગળવારના રોજ AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા આ મામલે ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - સુરત: 462 જેટલા મકાનોને નુકસાન, વાવાઝોડાની અસરથી 400થી વધુ વૃક્ષો ધરાશાયી થયા
કોરોનાની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન થતા દુકાન બંધ
દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા મોટી સંખ્યામાં ગ્રાહકોને એકઠા કરવા બદલ AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા કાર્યવાહી કરીને દુકાન બંધ કરાવવામાં આવી હતી. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસની મહામારીના કારણે હાલમાં કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવેલા છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ અને મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે.
આ પણ વાંચો - ભારે વરસાદ અને પવન સાથે મારામારીના દ્રશ્ય સામે આવ્યાં!