- ધોળકા શહેરના કમુવાડા વિસ્તારમાં એક મકાનના શૌચાલયમાં ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવી
- રહીમ ખાન પઠાણ તેમના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા
- ઘરના સભ્યોની ગેરહાજરીમાં કોઈ ટોયલેટમાં નવજાત બાળકીને તરછોડીને ફરાર
ધોળકા: શહેરના કમુવાડા વિસ્તારમાં રહેતા રહીમ ખાન અલારખા પઠાણ તેમના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં હતા. તેમની ગેરહાજરી સમયે તેમના ઘરના આગળના ભાગે આવેલા શૌચાલયમાં કોઈએ ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવી હતી. રહીમ ખાન પઠાણે ધોળકા 108ને ટેલિફોનિક કોન્ટેક્ટ કરી જાણ કરી હતી.
રહીમ ખાન પઠાણને જાણ થતાં ધોળકા 108ને કરી જાણ
ધોળકાના કમુવાડા વિસ્તારમાં રહેતા રહીમ ખાન અલારખા પઠાણ તેમના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં હતા. તેમની ગેરહાજરી સમયે તેમના ઘરના આગળના ભાગે આવેલ ટોયલેટમાં કોઈએ ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવી હતી. રહીમ ખાન પઠાણે ધોળકા 108ને ટેલિફોનિક જાણ કરી હતી. ધોળકા 108ના પાયલોટ પ્રદ્યુમનસિંહ દુમડ અને EMT હિંમતસિંહ ચાવડા સ્થળ પર આવ્યા હતા. નવજાત શિશુનો કબજો લઇને પ્રાથમિક સારવાર સાથે ધોળકા CHC ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટર હેમીલ દ્વારા સારવાર આપવામાં આવી હતી. જે ઘટના સંદર્ભે ધોળકા ટાઉન PSI ગોહિલ તથા ધોળકા DYSP રીના રાઠવા દોડી આવ્યા હતા. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ ધોળકા DYSP દ્વારા ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નવજાત શિશુને યોગ્ય સારવાર અપાયા બાદ તેને વધુ સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલી. જેની દેખરેખ અર્થે એક મહિલા PSI અને મહિલા કોન્સ્ટેબલને રાખવામાં આવ્યા હતા. આ અંગે ધોળકા પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.