રાજ્યભરમાં વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં શહેરીજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે કારણ કે, અતિશય ગરમીમાંથી લોકોને રાહત મળી છે. ત્યારે વરસાદની શરૂઆત થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
વરસાદ શરૂ થતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. માત્ર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા તંત્ર પર સવાલ થઈ રહ્યા છે. હજુ માત્ર વરસાદની શરૂઆત જ છે તો અગાઉ સમયમાં જ્યારે વધુ વરસાદ વરસશે ત્યારે કેવી હાલત હશે તે અંગે સવાલ થઈ રહ્યા છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે સ્થાનિકો પણ પરેશાન છે.