અમદાવાદ: બોટાદ, બરવાળાના આજુબાજુ ગામોમાં થયેલા લઠ્ઠાકાંડમાં (Botad Latthakand )થયેલા તપાસ દરમિયાન અમદાવાદના પીપળજમાં આવેલી એમોસ એન્ટરપ્રાઈઝમાંથી મિથેનોલ ગયુ હતુ. અનેક લોકોના જીવ લેનારા આ કાંડમાં પીપળજ ખાતે આવેલ એમોસ એન્ટરપ્રાઈઝ પાંચ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું લાયસન્સ લીધા વગર જ ધમધમતુ હોવાનો ઘટસ્ફોટ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ (AMC sealed the Amos factory )મારી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ શું સરકાર હવે કેમિકલ કાંડના દર્દીઓને જ બનાવશે કેસને ઉકેલવાની કડી!
લાયસન્સ વિના ધમધમતી હતી ફેકટરી - બોટાદ, બરવાળા ગામોમાં થયેલ લઠ્ઠાકાંડ જે મિથેનોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે પીપળજ ખાતે આવેલ એમોસ ફેકટરીમાં મિથેનોલ સપ્લાય કરવામાં આવ્યું હતું. પરંતુ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation )હદમાં આવેલી એમોસ કંપની યુનિટ છેલ્લા પાંચ વર્ષથી લાયસન્સ વિના ઘમઘમતી હતી. પરંતુ આખરે લઠ્ઠાકાંડ પછી જાગેલા કોર્પોરેશન તંત્રે સીલનોટિસ લગાડી સંતોષ માન્યો છે.
આ પણ વાંચોઃ વડોદરામાં AAPનો વિરોધ : ભાજપના બેનર પર પાણીની પોટલીઓ લટકાવી
આખરે શું હતો મામલો - બોટાદ અને બરવાળાના ગામો દેશી દારૂની જગ્યાએ મિથેનોલ આપવાથી 42 લોકો મોત થયા છે. જ્યારે અન્ય લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જે લોકોને મિથેનોલ આપવામાં આવ્યો હતો તે અમદાવાદ પીપળજમાં એમોસ કંપનીમાંથી 600 લીટર મિથેનોલ બોટાદ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ મિથેનોલ દેશી દારૂમાં નાખી આપવામાં આવતા આ લઠ્ઠાકાંડ સર્જાયો હતો.