ETV Bharat / state

AMC Property Tax : પ્રોપર્ટી ટેક્સ ભરવાનો હોય તો જાગો, અમદાવાદ કોર્પોરેશને 16333 એકમો સીલ કરી દીધાં

એએમસીની પ્રોપટી ટેક્સમાં સંપૂર્ણ વ્યાજમાફીની વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મૂકાઇ રહી છે તેનો લાભ લઇ લેવાનો આ છેલ્લો મોકો હોવાનું જણાવાયું છે. ટેક્સ ભરવાનો બાકી હોય એવી 59 કોમર્શિયલ મિલકતોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. સમયસીમા સમાપ્ત થયે અમદાવાદ કોર્પોરેશન આગામી સમયમાં બાકી ટેક્સદારો સામે કડક કાર્યવાહી કરશે.

AMC Property Tax : પ્રોપર્ટી ટેક્સ ભરવાનો હોય તો જાગો, અમદાવાદ કોર્પોરેશને 16333 એકમો સીલ કરી દીધાં
AMC Property Tax : પ્રોપર્ટી ટેક્સ ભરવાનો હોય તો જાગો, અમદાવાદ કોર્પોરેશને 16333 એકમો સીલ કરી દીધાં
author img

By

Published : Feb 14, 2023, 9:59 PM IST

આગામી સમયમાં બાકી ટેક્સદારો સામે કડક કાર્યવાહી કરશે

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલથી બાકી પ્રોપટી ટેક્સમાં સંપૂર્ણ વ્યાજમાફીની વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મુકાશે. જેમાં 31 માર્ચ સુધી સુધી ચાલનારી આ યોજના અંતર્ગત બાકી પ્રોપટી ટેક્સની મુદ્દલ જ ભરવાની રહેશે. આ સાથે પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા 59 કોમર્શિયલ મિલકતોની યાદી જાહેર કરવામાં આવી છે.આ એવી કોમર્શિયલ મિલકતોની યાદી છે જેઓનો કુલ 16.67 કરોડનો ટેક્સ ભરવાનો બાકી છે.

હવેે કડક કાર્યવાહીની ચીમકી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા શહેરની જનતા વધુમાં વધુ ટેક્સ ભરે તે માટે અલગ અલગ ટેક્સ રિબેટ યોજના લાગુ કરવામાં આવી હતી. જેનો અમદાવાદની શહેરની અનેક લોકોએ લાભ લીધો હતો. પરંતુ હજુ પણ કોમર્શિયલ પ્રોપર્ટી પર ટેક્સ ભરવાનો બાકી હોવાને કારણે અમદાવાદ કોર્પોરેશન દ્વારા હવે બાકી ટેક્સધારક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. જેમાં આગામી સમયમાં બાકી નીકળતો ટેક્સની રકમ વસૂલવા પ્રોપર્ટી સીલ મારીને હરાજી કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો Tax Collection: વડોદરામાં પાલતુ શ્વાન રાખશો તો ચૂકવવો પડશે 1000નો વેરો, આવો નિર્ણય લેનારી રાજ્યની પહેલી કૉર્પોરેશન

984 કરોડનો ટેક્સ વસુલવામાં આવ્યો : ડેપ્યુટી કમિશનર એસ એ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ માર્ચ મહિનામાં પૂર્ણ થાય છે. જેના પગલે શહેરના લોકોના નીકળતા બાકી ટેક્સ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે પણ તમામ ઝોનમાં સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ આગામી 1 મહિના સુધી કરવામાં આવશે. અત્યાર સુધી 1600 કરોડ ટેક્સ બાકી છે. જેમાંથી 984 કરોડનો ટેક્સ વસુલવામાં આવ્યો છે. બાકીની વસુલાત લેવાનું ચાલુ છે. જે મોટી રકમના બાકીદારો છે. તેમની યાદી ઝોન કક્ષાએ તૈયાર કરવામાં આવી છે. હવે તેવા બાકીદારોને નોટિસ પાઠવ્યા બાદ તેમની પ્રોપટી સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે.

16333 એકમો સીલ કરવામાં આવ્યા :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા સપ્તાહમાં 2358 એકમો સીલ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી કુલ 16333 એકમો સીલ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા કુલ 1148 કરોડનો ટેક્સ બાકી છે. જેમાંથી 966 કરોડનો ટેક્સ વસુલવામાં આવ્યો છે.

ટેક્સ બાકી રહેનાર હરાજી કરવાની ચીમકી આપી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટેસ્ટ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની જનતા પોતાનો ટેક્સ ભરે તે માટે અનેક અનેક રીતે યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી હતી. પરંતુ હજુ સુધી અમદાવાદ શહેરમાં પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ 59 કોમર્શિયલ મિલકતોની યાદી જાહેર કરી છે. જેમાં 16.67 કરોડથી પણ વધુ નો ટેક્સ ચૂકવાયો નથી જેમાં મિલકત કબજેદારોને આગામી 7 થી 10 દિવસના તમામ બાકી રહેલો પ્રોપર ટેક્સ જો ભરપાઈ નહીં કરવામાં આવે તો તેમને મિલકતની હરાજી કરશે. તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. જેના કારણે બાકી નીકળતો પ્રોપર્ટી ટેક્સ ધારકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો AMC Service: કોમર્શિયલ મિલકતના ચેક રીટર્ન ચાર્જમાં રાહત, મહત્તમ પેનલ્ટી આટલી જ લાગશે

હાઇલેન્ડ પીજી હોસ્ટેલનો સૌથી વધુ ટેક્સ બાકી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનમાંથી કુલ 59 મિલકતોની યાદીની તપાસ હાથ ધરી છે. જેમાં નવરંગપુરામાં આવેલ હાઇલેન્ડ પીજી હોસ્ટેલનો સૌથી વધુ 1.64 કરોડનો ટેક્સ બાકી છે. આ હાઇલાઇટ પીજી હોસ્ટેલ અગાઉ રેસ્ટોરન્ટ તરીકે કાર્યરત હતી. આ કોમર્શિયલ મિલકતને ટેક્સ ભરવા બાબતે વારંવાર સૂચના આપવામાં આવી છે. જોકે તેનો અનાદર કરતા હવે તેના પાણી અને ગટરના કનેક્શન પણ કાપવામાં આવી શકે છે. આ ઉપરાંત અનેક કોમ્પ્લેક્સ નવરંગપુરા, ગાલા બિઝનેસ સેન્ટર 2 શોપર્સ પ્લાઝા નવરંગપુરા, સાઈ સીમરન રેસીડેન્સી ચાંદખેડા, સાકાર 7 શ્રીજી કોમ્પલેક્ષ એલિસબ્રિજ, સેન્ટર પોઇન્ટ આંબાવાડી, નટરાજ શોપિંગ સેન્ટર રાણીપ,સ્વીઝ પ્લાઝા આંબાવાડી સહિતની પ્રોપટી ટેક્સ બાકી નીકળતા સીલ મારવામાં આવ્યા છે.

દક્ષિણ ઝોનમાં 15 મિલકતોનો ટેક્સ બાકી : દક્ષિણ ઝોનની વાત કરવામાં આવે તો નારોલ ચોકડીના પ્લોટ નં. 3 પર આવેલી શ્રી ગણેશ ફિલમેન્ટ એન્ડ ફેબ્રિક્સનો 3.14 કરોડથી વધુની ટેક્સ, જીએફ 21/22/26 ઇસનપુરના ગીતાંજલિ પ્રેસનો 75.20 લાખ, કોડના ન્યૂ રિંગરોડ સક્લના મનન ઓટો લિન્ક પપ્રાઇવેટ લિમિટેડનો રૂ. 46.72 લાખ, નારોલના સર્વે નંબર-16ના આર્લી ડેનિમ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડનો રૂ.860 લાખ, નારોલના સીએનઆઇ ચર્ચ સામેના આર્મી ડેનિમ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડનો રૂ. 23.58 લાખ, નારોલના એમટેક્સ લિમિટેડનો રૂ. 78.89 લાખ, નારોલની એક્સ્યુલન્સ રેસ્ટોરાં-બૅન્ક્વેટનો 16.83 લાખ, લાંભા ગામના શક્તિ ટ્રેક્ટર્સનો રૂ. 16.235 લાખ, કમોડના મનન ઓટો કેરિયર્સનો રૂ. 16.21 લાખ, નારોલના સોફિયા કોટન વર્કસના રૂપિયા 16.16 લાખ અને બહેરામપુરાના પાલિવાલ ટેકસ્ટાઈલ્સ રૂપિયા 14.86 લાખનો પ્રોપટી ટેક્સ બાકી બોલવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.