અમદાવાદ: પ્રિ-મોન્સૂનની કામગીરી હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ 15 જૂન પહેલા તમામ ખોદકામ પૂર્ણ કરી દેવાની સૂચના આપી છે. ચોમાસા દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં રોડ તૂટવાની ઘટના તેમ જ ભૂવા પડવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. અમદાવાદમાં ચોમાસાની શરૂઆત પહેલા જ ભુવા પડવાની ઘટના પણ સામે આવી ચુકી છે.
115 જગ્યા પર વોટર લોગિંગ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જુદા-જુદા ઝોનમાં વોટર લોગીન સ્પોટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના 7 ઝોનની અંદર 115 જગ્યાએ વોટર લોગીન સ્પોર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ દક્ષિણ દક્ષિણ ઝોનમાં 29 જગ્યા પર વોટર લોગિંગ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. ઉત્તર ઝોનમાં 14, પૂર્વ ઝોનમાં 14, પશ્ચિમ ઝોનમાં 25, મધ્ય ઝોનમાં 8, દક્ષિણ પશ્ચિમ ઝોન 12, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 13 સહિત કુલ 115 જગ્યા ઉપર વોટર લોગીન થવાની શક્યતા છે.
'ચોમાસામાં અમદાવાદ શહેરના લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે તે માટે 15 જૂન પહેલા જ શહેરમાં જે રોડ પર ખોદકામ ચાલી રહ્યું છે તેને પૂર્ણ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. 15 જૂન બાદ ઈમરજન્સી ખોદકામ સિવાય એક પણ રોડ કામ કરવામાં આવશે નહીં. ચોમાસા પહેલા 149 જેટલા રોડના કામ પૂર્ણ કરી દેવામાં આવશે જેની કુલ લંબાઈ 101 કિલોમીટર લંબાઈ ધરાવે છે. જ્યારે બીસી લેવલના 45 કિલોમીટરના 75 રોડ હતા જેમાંથી 3 રોડના કામ ચાલુ છે.જેની લંબાઈ પણ 3 કિલોમીટરથી પણ ઓછી છે.' -હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
પ્રિ-મોન્સુન કામગીરી: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસાની ઋતુ પહેલા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. જેના સંદર્ભમાં રોડ પરની તમામ કેચપિટ, રોડના કામો કામ પૂર્ણ કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા જ પડેલા વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. થોડા દિવસ પહેલા જ પડેલા વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. અને જગ્યાએ પાણી ભરાવાની તેમજ રોડ પર ભુવા પડવાના કેસ સામે આવ્યા હતા. 15 જૂન બાદ રાજ્યમાં વરસાદની શરૂઆત થશે તો ચોમાસામાં અમદાવાદ શહેરની પરિસ્થિતિ કેવા પ્રકારની હશે તે જો ખૂબ જ મહત્વનું રહેશે.