ETV Bharat / state

AMC Negligence : એએમસીની ગંભીર બેદરકારી, મોંઘામૂલો વ્હાઇટ ટોપિંગ રોડ ગટર કામ માટે ખોદી નાંખ્યો - ગુરુકુળ રોડ

એએમસી દ્વારા પ્રજાના પૈસાનો દુરુપયોગ ગુરુકુળ રોડ પર પ્રત્યક્ષ જોવા મળી રહ્યો છે. મોટા ઉપાડે જેના બહુ ગુણગાન ગવાયા તે વ્હાઇટ ટોપિંગ રોડ માત્ર 6 મહિનામાં તોડીફોડી દેવાયો છે. જેમાં કોર્પોરેશન અધિકારીઓ તેમજ કોન્કટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી આવ્યો છે.

AMC Negligence : એએમસીની ગંભીર બેદરકારી, મોંઘામૂલો વ્હાઇટ ટોપિંગ રોડ ગટર કામ માટે ખોદી નાંખ્યો

author img

By

Published : Jun 5, 2023, 10:11 PM IST

એએમસી અને કોન્કટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારીના કારણે પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો તેવી ધટના સામે આવી હતી. ગુરુકુળ રોડ પર તૈયાર કરવામાં આવેલ વ્હાઇટ ટોપિંગ રોડ માત્ર 6 મહિનામાં તોડીને ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે.જેમાં ક્યાંક ને ક્યાંક કૉર્પોરેશનના અઘિકારી તેમજ કોન્કટ્રાક્ટર વચ્ચે સંકલન અભાવ જોવા મળી આવ્યો છે. એએમસીએ વ્હાઇટ ટોપિંગ રોડ ગટર કામ માટે ખોદી નાંખ્યો છે.

એએમસીની ગંભીર બેદરકારી :ગુજરાતમાં સૌથી મોટી મહાનગર પાલિકા ધરાવતું શહેર અમદાવાદ છે. જેમાં દર વર્ષે શહેરની જનતા વિકાસના કામો માટે અને સારી સુવિધા મળી રહે તે માટે કરોડો રૂપિયા ટેકસ આપે છે. જયારે સત્તા પર બેઠેલા શાસકો પોતાના વિકાસના કામોની વાહવાહી કરતા થાકતાં નથી. તેમની જ બેદરકારીને કારણે તે પ્રજાના પૈસાનો દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન કામગીરી લઈને પણ અનેક સવાલો ઉભા થઈ થયા છે.

6 મહિનામાં રોડ તોડવો પડ્યો : નવી ટેક્નોલોજીથી ગુજરાતમાં પ્રથમ વખત ગુરૂકુળ રોડ પર અંદાજીત 9 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલ વ્હાઇટ ટોપિંગ રોડ ગટરની કામગીરી માટે અંદાજીત 100 મીટર જેટલો રોડ ગટર કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. ક્યાંકને ક્યાંક કોન્ટેક્ટ અને અધિકારીઓ સાથે સંકલન અભાવ કારણે આ સમસ્યા જોવા મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરમાં પડતા ખાડાથી છુટકારો મેળવવામાં માટે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા આવ્યો હતો.

આ રોડ નીચે અંદાજીત 40 વર્ષ જૂની ડ્રેનેજ લાઇન પસાર થતી હતી. જેના કારણે ગટર ભરાઈ જવાની ધટના સામે આવી હતી. સ્થાનિકો આ ગટર ભરાઈ જવાથી પરેશાન હતા. જેના કારણે અંદાજીત 100 મીટર જેટલો રોડ રોડના છેડાના ભાગ ખોદવામાં આવ્યો છે. પરંતુ હવે આવનાર સમયમાં જે નવા વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે. આવી ભૂલ ફરી ન થાય તે માટે સમગ્ર પ્રકાર નીચે ડ્રેનેજ લાઈન ચેક કરવામાં આવશે...મહાદેવ દેસાઈ (રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી ચેરમેન)

પ્રજાના પૈસાનું પાણી : અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તેમજ કોન્કટ્રાક્ટર વચ્ચે સંકલન અભાવ હોય તે સ્પષ્ટ જોવા મળી આવ્યું છે. જેના કારણે રોડ તૈયાર થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ તૈયાર થયા બાદ નીચે 40 વર્ષ જૂની ગટર લાઇન યાદ આવી હતી. આવી ગંભીર ભૂલના કારણે જનતા જે પોતાની મહેનતની કમાણી ટેક્સ ભરે છે તે ટેક્સની રકમનો દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પદ્ધતિનો ગુજરાતમાં સૌપ્રથમવાર ઉપયોગ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુખાકારી માટે એક નવતર પ્રયોગના ભાગરૂપે થલતેજ તથા બોડકદેવ વોડમાં આવેલ ગુરુકુળ રોડનો નવેસરથી વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી ગુજરાતમાં સૌપ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રોડની લંબાઈ આશરે 1500 મીટર, પહોળાઈ 7.5 મીટર છે, જ્યારે અંદાજિત 9 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. કોંક્રીટ રોડની સપાટીથી વાહન સ્લીપ થવાનો ઓછો ભય રહે છે.

  1. Draft Budget 2023 અમદાવાદમાં બનશે 5 આઈકોનિક રોડ, 6 નવા વાઈપ ટોપિંગ રોડ અને 9 નવા બ્રિજ
  2. સ્ટેન્ડીંગની કમિટી એ અમદાવાદ કોર્પોરેશને પેચવર્કની કામગીરીની મુદત વધારવાનો આપ્યો આદેશ
  3. અમદાવાદીઓ, હવે રસ્તા નહીં તુટે! જાણો કેમ..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.