રાજ્યસભાની ચૂંટણી સમયે અલ્પેશ અને ધવલસિંહે ક્રોસ વોટિંગ કરી અને બહાર આવ્યા બાદ અલ્પેશે ઠાકોરે જણાવ્યું હતું કે, તેને કેન્દ્રીય નેતૃત્વને ધ્યાનમાં રાખીને વોટિંગ કર્યું છે. ત્યારથી તેનો ઈશારો સાફ થઇ ગયો હતો કે, અલ્પેશ ભાજપમાં ક્યારે જોડાશે તેને લઈને પણ અલગ-અલગ વાતો બહાર આવી રહી છે.
અલ્પેશના નજીકના કેટલાક સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, અલ્પેશ પોતાનું જે કદ છે તે નીચું થાય તેમ ઈચ્છતો નથી એટલે તે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની આગેવાનીમાં ભાજપમાં નહી જોડાય પરંતુ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. તે દરમિયાન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુજરાત પ્રવાસે આવે તેની અલ્પેશ રાહ જોઈ રહ્યો છે. એટલે તેવો ગુજરાત આવે ત્યારે અલ્પેશ તેમની હાજરીમાં ભાજપમાં શક્તિ પ્રદર્શન યોજી ભાજપમાં સામેલ થાય તેવું કેટલાક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
ભૂતકાળમાં પણ અલ્પેશ જયારે કોંગ્રેસમાં જોડાયો ત્યારે કોંગ્રેસના તે સમયના અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં પોતાનું કદને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીની હાજરીમાં શક્તિ પ્રદર્શન યોજી કોંગ્રેસમાં જોડાયો હતો. હવે અલ્પેશ ભાજપમાં ક્યારે જોડાશે એ તો આવનાર સમય જ બતાવશે. પણ એ વાત નકારી શકાય તેમ પણ નથી કે, અલ્પેશ પોતાનું કદ નીચું પડે તેવી રીતે ભાજપમાં નહીં જોડાય પણ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ગુજરાત આવે ત્યારે અલ્પેશની શું રણનીતિ છે. તેના અંગે સોમવારે જાણવા મળશે સાથે ઠાકોર સમાજ દ્વારા રાણીપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી રણનીતિને લઈને ચર્ચા પણ કરવામાં આવશે.
હાલ પૂરતો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં નહી જોડાય પણ આવનાર સમય જ બતાવશે કે અલ્પેશની અને ધવલસિંહની રાજકીય કારકિર્દી કઈ તરફ આગળ વધી રહી છે.