ETV Bharat / state

અલ્પેશ ઠાકોરનું હાઈકોર્ટમાં સોંગદનામું કહ્યું, " સભ્ય નહિ પરતું હોદેદાર તરીકે રાજીનામું આપ્યું"

અમદાવાદઃકોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી ગેરલાયક ઠરાવવા કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી હતી. બુધવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન અલ્પેશ ઠાકોરે જે સોગંદનામું રજુ કર્યુ છે, તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. અલ્પેશે પોતાની જ ફેસબુક પોસ્ટને ગેરકાયદેસર ગણાવી હતી. તેણે કોર્ટ સમક્ષ કહ્યુ હતું કે, હું હજુ કોંગ્રેસનો સભ્ય છું. મેં ખાલી હોદ્દા પરથી રાજીનામું આપ્યુ હતુૂં. કોર્ટમાં આ મુદ્દે બંન્ને પક્ષે જોરદાર દલીલો થઈ હતી.

કોર્ટમાં અલ્પેશ ઠાકોરે કહ્યુ 'હું હજુ કોંગ્રેસનો સભ્ય છું'
author img

By

Published : Jun 27, 2019, 9:11 PM IST

કોગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય રદ કરવા વિધાનસભાના સ્પીકરે પગલા લીધા નહોતા. જેથી આ અંગે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી મુદેે જસ્ટીસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટમાં આજે અલ્પેશે સોંગદનામું રજુ કરતા પોતે પાર્ટીમાંથી પ્રાથમિક સભ્યપદથી નહિ પરતું સાત અલગ-અલગ હોદ્દા પદથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. હાઈકોર્ટમાં અલ્પેશ ઠાકોર અને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી વતી સોંગદનામું રજુ કરવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર વતી જણાવવામાં આવ્યું હતું કે, પોતે પાર્ટીના પ્રાઈમરી સભ્યપદેથી નહિ પરતું હોદ્દા પદથી રાજીનામું આપ્યું હતુ. વોટ્સએપ માધ્યથી પાર્ટીના આધ્યક્ષને મોકલવામાં આવેલુ રાજીનામું બંધારણ પ્રમાણે ગેરકાયદેસર હોવાની દલીલ કરી હતી.

later
10 એપ્રિલનો અલ્પેશ ઠાકોરનો લેટર

આ મુદે અરજદાર કોગ્રેસના અશ્વિન કોટવાલના વકીલ રદય બુચે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, અલ્પેશને ગેરલાયક ઠરાવવા વિધાનસભાના સ્પીકરને બે મહિના અગાઉ રજુઆત કરી હોવા છતાં હજી સુધી અલ્પેશને નોટીસ પણ પાઠવી નથી. સ્પીકર પગલા ન લેતા હોવાથી હાઈકોર્ટ આદેશ આપે. જો એમ નહીં થાય તો કેસ આશરે 5 થી 6 મહિના જેટલું લાંબો ચાલશે. સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી કે, હાઈકોર્ટ પાસે વિધાનસભા સ્પીકર ઓર્ડર પહેલાં આદેશ આપવાની સત્તા નથી. વિધાનસભાના સ્પીકરને નિર્ણય લેવા જ્યુડીશયરી ફરજ પાડી શકે નહીં. સ્પીકર ઘણા કર્યો માટે જવાબદાર હોય છે અને મર્યાદિત દિવસમાં ધારાસભ્યોને ગેરલાયક ઠારવવાની કોઈ જોગવાઈ નથી.

આ મુદે વાતચીત કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, 'કોગ્રેસે લોકસભાની ચુંટણી દરમિયાન મારી વિરૂધ નિવેદનબાજી કરી છે. કોગ્રેસને પ્રજાના મતની નહીં પરંતુ પોતાની ખુરશીની ચિંતા છે. 2019ની હારની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી. કોગ્રેસ પ્રસદ્ધિ મેળવવા બેફામ નિવેદન આપી રહી છે.

ઉલ્લેખનિય છે કે, 10 એપ્રિલે અલ્પેશ ઠાકોરે પોતાના ઓફિસિયલ ફેસબુક અકાઉન્ટ પરથી તમામ પદેથી રાજીનામું આપ્યો હોવાનો રાજીનામાનો લેટર પોસ્ટ કર્યો હતો. બીજી બાજુ અલ્પેશ ઠાકોર આગામી 29મી અને 30મી જુને ઠાકોર સેનાની ઔપચારિક બેઠક બોલાવશે ત્યારબાદ ચોમાસા સત્ર પછી ભાજપનો ભગવો ધારણ કરે એવી શક્યતા વર્તાય રહી છે. અલ્પેશ ઠાકોરની સાથે બાયડના ધારાસભ્ય ધવાલસિંહ ઝાલા અને બહુચરજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ છે.

R_GJ_AHD_08_27_JUNE-2019_ALPESH_THAKOR_SOGANDNAMU_HC_PHOTO STORY_AAQUIB CHHIPA-AHMD

હેડિંગ - અલ્પેશ ઠાકોરે હાઈકોર્ટના સોંગદનામા કહ્યું " સભ્ય નહિ પરતું હોદેદાર તરીકે રાજીનામું આપ્યું"

કોગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરનો ધારાસભ્ય રદ કરવા વિધાનસભાના સ્પીકરે પગલા ન લેતા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી મુદેે જસ્ટીસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ અલ્પેશે સોંગદનામું રજુ કરતા પોતે પાર્ટીમાંથી પ્રાઈમરી સભ્ય પદથી નહિ પરતું સાત હોદેદાર પદથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. વિધાનસભા સ્પીકરના ઓર્ડર પહેલાં હાઈકોર્ટ પાસે આદેશ આપવાની સતા ન હોવાની દલીલ કરવામાં આવી હતી......

હાઈકોર્ટમાં અલ્પેશ ઠાકોર અને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી વતી હાઈકોર્ટમાં સોંગદનામું રજુ કરવામાં આવ્યું હતું જેમાં અલ્પેશ ઠાકોર વતી જણાવવામાં આવ્યું હતું કે પોતે પાર્ટીના પ્રાઈમરી સભ્યપદેથી નહિ પરતું હોદેદાર પદથી રાજીનામું આપ્યું હતુ. જ્યારે વોટ્સએપ માધ્યથી પાર્ટીના આધ્યક્ષને મોકલવામાં આવેલો રાજીનામું બંધારણ પ્રમાણે ગેરકાયદેસર હોવાની દલીલ કરી હતી...

આ મુદે અરજદાર કોગ્રેસના અશ્વિન કોટવાલના વકીલ રદય બુચે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે  અલ્પેશને ગેરલાયક ઠારવા વિધાનસભાના સ્પીકરને બે મહિના અગાઉ રજુઆત કરી હોવા છતાં હજી સુધી અલ્પેશને નોટીસ પણ પાઠવી નથી. સ્પીકર પગલા ન લેતા હોવાથી હાઈકોર્ટ આદેશ આપે નહિતંર કેસ આશરે 5 થી 6 મહિના જેટલું લાબું ચાલશે. સામાન્ય રીતે 3 દિવસમાં સ્પીકરે ગેરલાયક ઠારવું જોઈએ એવી દલીલ કરી હતી..

સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી કે હાઈકોર્ટ પાસે વિધાનસભા સ્પીકર ઓર્ડર પહેલાં આદેશ આપવાની સતા નથી..વિધાનસભાના સ્પીકરને નિર્ણય અથવા આદેશ લેવા જ્યુડીશયરી ફરજ પાડી શકે નહિ. સ્પીકર ઘણા કર્યો માટે જવાબદાર હોય છે અને મર્યાદિત દિવસમાં ધારાસભ્યોને ગેરલાયક ઠારવવાની કોઈ ગાઈડ-લાઈન નથી.... 

આ મુદે વાતચીત કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે કોગ્રેસે લોકસભાની ચુંટણી દરમ્યાન મારી વિરૂધ નિવેદનબાજી કરી છે.કોગ્રેસ પ્રજાના મતની નહિ પોતાની કુરશીની ચિંતા છે. 2019ની હાર જવાબદારી કોઈ લેવા તૈયાર નથી. કોગ્રેસ પ્રસદ્ધિ મેળવવા બેફામ નિવેદન આપતી હોવાનો દાવો કર્યો હતો...  

 બે  મહિના પહેલા વિધાનસભાના સ્પીકરને રજુઆત કરવામાં આવી હતી જોકે કઈ નિવેડો ન આવતા કોંગ્રેસી નેતા અશ્વિન કોટવાલે  હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી..બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું જોકે રાધનપુર બેઠકથી ધારાસભ્ય પદ ચાલું રાખતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ધારાસભ્ય તરીકે ગેરલાયક ગણવા માટે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રજુઆત કરી હતી જોકે દોઢ મહિના જેટલો સમય વીતી જતા હાઇકોર્ટમાં રિટ દાખલ કરવાની ફરજ પડી હતી....

કોંગ્રેસે દોઢ મહિના પહેલા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને ધારાસભ્ય રદ કરવા અરજી કરી હતી જે મુદ્દે સ્પીકરે અલ્પેશ ઠાકોરને નોટિસ પણ પાઠવી હતી જોકે પછી આગળ કઈ થયું ન હતું . વિધાનસભામાં વિરોધપક્ષના દંડક અશ્વિન કોટવાલે  આક્ષેપ કર્યો હતો કે બંધારણીય રીતે કોઈ નિર્ણય ન લેવાયો હોવાથી હાઇકોર્ટમાં રિટ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અલ્પેશ ઠાકોર આગામી 29મી અને 30મી જુનને ઠાકોર સેનાની ઔપચારિક બેઠક બોલાવવાનો છે જયરબદ ચોમાસા સત્ર પછી ભાજપનું કેસરી ખેસ પહેરે એવી શક્યતા વ્યકય કરવામાં આવી રહી છે...અલ્પેશ ઠાકોરની સાથે બાયડના ધારાસભ્ય ધવાલસિંહ ઝાલા અને બહુચરજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર ભાજપમાં જોડાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.