અમદાવાદ: આલોક કુમાર ભારતીય રેલ્વે મિકેનિકલ એન્જિનિયરિંગ સેવા (IRSME)ના વરિષ્ઠ અધિકારી છે. જે UPSCની પ્રતિષ્ઠિત SCRA (1981) પરીક્ષા દ્વારા રેલ્વે સેવામાં જોડાયા હતાં.
- આલોક કુમારે એન્જિનિયરિંગ કાઉન્સિલ (લંડન)થી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું
- ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA)માં માસ્ટર ડિગ્રી પણ મેળવી
- 1986માં પશ્ચિમ રેલ્વે સાથે કારકિર્દીની શરૂઆત કરી
- છેલ્લા 34 વર્ષોમાં તેમને ભોપાલ મંડળના રેલ્વે પ્રબંધક સહિત મહત્વપૂર્ણ પદ પર કાર્ય કરવાનો સમૃદ્ધ અનુભવ
કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ખાતેના તેમના કાર્યકાળ દરમિયાન, ભારતભરના શુષ્ક બંદરગાહો પર અત્યાધુનિક ક્રેન પ્રાપ્તિ માટે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. મોર્ડન કોચ ફેક્ટરી, રાયબરેલીના મુખ્ય પરિયોજના પ્રબંધક તરીકે તેમણે હાઇ-સ્પીડ રેલ્વે કોચ બનાવવા માટે ભારતમાં સૌથી આધુનિક પ્લાન્ટ સ્થાપવાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. જેને ભારતીય રેલવેના કારખાનાઓમાં ઇન્ડસ્ટ્રી 4.0ની મહત્વકાંક્ષી યોજનાના સફળ કર્યાન્વયનમાં સક્રિય અને અગ્રણી ભૂમિકા નિભાવી છે.
તેમણે CMU, પિટ્સબર્ગ ઉપરાંત SDA બોકોની, મિલાન, APEC, એન્ટ વર્પ, IIM અમદાવાદ અને ISB, હૈદરાબાદમાં ઉન્નત પ્રબંધનના વિભિન્ન પહેલુઓમાં વિશેષ પ્રશિક્ષણ પણ પ્રાપ્ત કર્યું છે. તેેઓએ સર્વશ્રેષ્ઠ પરિયોજના માટે રેલ્વેનો સૌથી પ્રતિષ્ઠિત માનનીય રેલ્વે મંત્રી એવોર્ડ ઉપરાંત જી.એમ.દક્ષતા પદક અને એન્જિનિયરિંગ દરમિયાન સંસ્થાનનું પ્રતિષ્ઠિત પદક પણ મળ્યું છે. પશ્ચિમ રેલ્વેના અપર મહાપ્રબંધકના રૂપમાં નવીનતમ નિયુકતી પહેલા તેઓ રાયબરેલીની મોડર્ન કોચ ફેક્ટરીના મુખ્ય પ્રશાસનિક અધિકારીના પદ પર કાર્યરત હતાં.