અમદાવાદ : આજે અક્ષય તૃતીયાના પાવન અવસરથી ભગવાન જગન્નાથજીની 146ની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજના દિવસે નવનિર્મિત રથની પૂજા કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રભુની પૂજા કરવામાં આવી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે આ પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી છે.
146મી રથયાત્રાની તૈયારીઓ : જગન્નાથજીની યાત્રાનું પ્રારંભ દર વર્ષે ચંદન યાત્રા એટલે કે રથનો પૂજાનો પ્રારંભ કરીને જ થતો હોય છે. 100 વર્ષ પછી ભગવાનની રથયાત્રાના રથને બદલવામાં આવ્યા છે. 100 વર્ષ પછી ભગવાન જગન્નાથજી આ વખતે નવા રથોમાં નગરચર્યાએ નીકળશે. ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઈ ગઈ છે.
નવા રથમાં પ્રભુ : આ વખતે રથયાત્રામાં નવા રથોમાં જગનાથજી નગરયાત્રા કરશે. ઉલ્લેખનીય છે કે, અંદાજે સો વર્ષ બાદ આ પરંપરા બદલાશે. અત્યારે સુધીમાં 100 વર્ષમાં ક્યારેય પણ રથ બદલાયો નથી, પરંતુ આ વર્ષે નવા રથમાં બેસીને પ્રભુ નગરજનોને દર્શન આપશે.
ચંદન યાત્રા : દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજના દિવસથી રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. આજના પૂજનને ચંદન યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે વિશેષતાની વાત કરીએ તો, આટલા વર્ષો બાદ ભગવાનના રથને બદલવામાં આવ્યા છે, પરંતુ તેમની આસ્થા અને સંસ્કૃતિને નવા રથોમાં પણ જાળવી રાખવામાં આવ્યા છે.
વિવિધ થીમ પર રથ : આજે ચંદન યાત્રાનું પૂજન થઈ ગયા બાદ મંદિરમાં તમામ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. ભગવાનના નવા રથોના તમામ મોટાભાગના કામ પૂર્ણ થઈ ગયા છે. વિવિધ થીમ પર આ રથો તૈયાર કરવામાં આવ્યા છે. આ રથોને સાગ અને સીસમના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે. આ રથને બનાવવા દરરોજ 10 કલાક જેટલો સમય કામ કરવામાં આવ્યો હતો. તેમજ આ રથ જે પરંપરા છે તે જળવાઈ રહે તે રીતે બનાવવામાં આવ્યા છે.
કઈ થીમ પર રથ : રથોની વિશેષતાની વાત કરીએ તો, ભગવાન જગન્નાથજીનો રથ બેબી દેવતા અને સુદર્શન ચક્રમાંથી બનાવવામાં આવ્યો છે. સુભદ્રાજીની રથ લાલ અને પીળા રંગ સાથે નવદુર્ગાની થીમ પર બનાવવામાં આવ્યો છે, જ્યારે બળભદ્રજીનો રથ ચાર અશ્વની થીમ પર બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Akshaya Tritiya 2023: અખાત્રીજ એટલે અક્ષય તૃતીયાએ પાંચ યોગ, આંખો બંધ કરી થાય શુભ કાર્યો આ દિવસે
નવા રથો કલાત્મક : ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, લોકોના આસ્થા સમાય એવી ભગવાન જગનાથજીની 145 રથયાત્રા દરમિયાન જે આપણા પૌરાણિક રથનો ઉપયોગ થતો હતો. જુના રથની પરંપરાના આખા જળવાઈ રહે એ રીતે નવા રથો બનાવવામાં આવ્યા છે. નવા રથો શેરીઓની સાકડાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. નવા રથો કલાત્મક છે. આજે નવા રથોની પૂજા અર્ચના કરવામાં આવી. આ વર્ષે યાત્રામાં આસ્થાની સાથે ટેકનોલોજી પણ જોવા મળશે.
આ પણ વાંચો : Akshaya Tritiya 2023 : અખાત્રીજના દિવસનું પંચગુપ્ત સાથે જોડાણ, મુહૂર્ત જોયા વગર કરી શકો કોઈપણ કાર્ય
દબાણ પર કાર્યવાહી : ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ભદ્ર પ્લાઝા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ભદ્ર દેવીના ચરણોમાં વંદન કરીને આજે નગરદેવીના ચરણોમાં વંદન કર્યા છે. આજુબાજુના જે દબાણનો વિષય છે તે તમામ દબાણો પર પ્રક્રિયા તપાસીને એની પર જરૂરથી કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી કરવાનો મતલબ એ નથી કે નાના અને ગરીબ લોકોનો રોજગાર છીનવાઈ જાય તમામ લોકોના રોજગારની વ્યવસ્થા ચાલે તેમજ જે પ્રકારની અવ્યવસ્થા સર્જાય છે. તેનો ઉકેલ આવે તે રીતે આ પ્રશ્ન હલ કરવામાં આવશે.