ETV Bharat / state

Ahmedbad Bird Hospital: માણસો જ નહીં પંખીઓ પણ બન્યા ડિહાઈડ્રેશનના શિકાર, 2000 જેટલા બર્ડ્સની સારવાર

author img

By

Published : Apr 25, 2023, 10:59 AM IST

ભારે ગરમીના કારણે દરેક જીવ અકળાઇ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આવેલ જીવદયા ટ્રસ્ટ દ્વારા "તૃષા એક પ્રયાસ" નામનો કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ 2000 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. અંદાજીત રોજના 40 જેટલા પક્ષીઓ ડ્રિ-હાઇડ્રેશન શિકાર બની રહ્યા છે.

માણસો જ નહીં પંખીઓ પણ બન્યા ડિહાઈડ્રેશનના

અમદાવાદ: સુરજ દાદા કોપાઇ માન થઇ ગયા છે. તેમના ગરમ કિરણોને કારણે તમામ જીવોને ગરમી સહન કરવાનો વારો આવ્યો છે. ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના કારણે માનવી તો લીંબુ શરબત કે અન્ય કોઈ જ્યુસ પીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે. અબોલ પક્ષીની હાલત ગરમીમાં ખૂબ ખરાબ જોવા મળી રહી છે. હાલમાં અમદાવાદ પાંજરાપોળ ખાતે આવેલ જીવદયા ટ્રસ્ટમાં એપ્રિલ માસમાં અત્યાર સુધી 2000 વધુ પક્ષી ગરમીના કારણે ડ્રી હાઇડ્રેશન શિકાર થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

ડ્રી હાઇડ્રેશન ભોગ: જીવદયા ટ્રસ્ટના મેનેજર સંજયભાઈ etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે દિવસેને દિવસે જે પ્રમાણમાં ગરમી વધી રહી છે. જેને લઈને પક્ષીઓમાં પણ ડ્રી હાઇડ્રેશન કેસ સામે આવી રહ્યા છે. આ માસમાં અત્યાર સુધી અંદાજે 2000 થી પણ વધુ પક્ષીઓ ડ્રી હાઇડ્રેશન શિકાર બન્યા છે. જેમાંથી 900 જેટલા પક્ષીઓ ગરમીના કારણે ડ્રી હાઇડ્રેશન શિકાર બન્યા છે. હાલમાં અંદાજીત રોજના 40 જેટલા પક્ષીઓ ડ્રી હાઇડ્રેશન શિકાર બની રહ્યા છે. આગામી સમયમાં આની સંખ્યામાં વધારો થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો Ahmedabad Crime : અકસ્માતના નામે વાહન ચાલકોને રોકી લૂંટફાટ કરનાર ગેંગ ઝડપાઈ

તૃષા એક પ્રયાસ: 2000 કુંડાનું વિતરણ જીવદયા ટ્રસ્ટ દ્વારા "તૃષા એક પ્રયાસ" નામનો કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં જીવદયા ટ્રસ્ટ ના વોલેન્ટિયર દ્વારા સોસાયટી, સ્કૂલ, કોલેજમાં જઈને માટીના કુંડાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 6 જેટલા કાર્યક્રમ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં પક્ષીઓને ડ્રી હાઇડ્રેશન થી કેવી રીતે બચાવી શકાય આ ઉપરાંત ORS પ્રમાણમાં નાખું તેની સમજ પણ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 2000 થી પણ વધારે માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે.

ખોખાની ઉપર કપડું: જો કોઈ પક્ષી ડીહાઈડ્રેશન નો શિકાર બને તો પક્ષીને સૂકો ટુવાલ વિટાળી મોં બહાર રહે તે રીતે કવર કરવું જોઈએ. આ ઉપરાંત પક્ષી ને પુંઠા વાળા બોક્સમાં નાના હોલ પાડીને બોક્સની અંદર સાફ ટુવાલ કે ન્યુઝ પેપર મૂકવો જોઈએ. પક્ષી વધારે ઘાયલ કે બીમાર દેખાય તો સ્ટ્રેસ લેવલ ઘટાડવા માટે બાસ્કેટ કે ખોખાની ઉપર કપડું ઢાંકી દેવું પક્ષીને રેસ્ક્યુ કર્યા પછી તરત વધારે તાપ, પવન અને સૂર્યના સીધા તડકાથી બચાવો જોઈએ. પક્ષીઓને પાણી પીવાનું બાઉલને રોજ રોજ પાણીથી સાફ કરવું જોઈએ. તાજું પાણી ભરવું જોઈએ. પક્ષીને પીવા મુકવામાં આવતા ત્રણ લિટર પાણીમાં એક ORS નું પાઉચ નાખવું જોઈએ.

આ પણ વાંચો Ahmedabad Crime: માલિકની ચતુરાઈથી સોનીની દુકાનમાં લૂંટ કરવા આવેલા સમસ્યામાં મૂકાયા

પક્ષીની હોસ્પિટલ: પક્ષી ડ્રી હાઇડ્રેશન શિકાર થાય તો શું ન કરવું.જો કોઈ પક્ષી ગરમીના કારણે ડ્રી હાઇડ્રેશન નો શિકાર બને તો પક્ષી ને રેસ્ક્યુ કર્યા પછી તરત વધારે જગ્યા પર ન રાખવું. આ ઉપરાંત ડ્રી હાઇડ્રેશન નો શિકાર થયેલ પક્ષી ઉપર પાણી છાંટું કે જબરજસ્તી થી તેને ખવડાવવું જોઈએ નહીં. એકવાર પક્ષી ને રેસ્ક્યુ કર્યા પછી તેની સાથે વાતો કરીને કે તેની ઉપર હાથે ફેરવીને શાંત કરવાનું કે બિનજરૂરી હેન્ડલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. ડ્રી હાઇડ્રેશન નો શિકાર થાય તો નજીકની પક્ષીની હોસ્પિટલમાં વહેલાસર પહોંચાડવું જોઈએ. જેથી કરીને તેને બચાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.