- આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
- પેટ્રોલ અને ડીઝલના ભાવ દરેક વ્યક્તિના બજેટ પર કરે છે અસર
- આ વિષયે અમદાવાદીઓ શું છે કહેવું
અમદાવાદઃ દેશભરમાં હાલ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના કારણે તમામ લોકો ચિંતામાં મુકાયા છે. એક તરફ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલો બેરલદીઠ વધારો ત્યારે બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સના કારણે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ દરેક વ્યક્તિના બજેટ પર અસર કરી રહ્યો છે, ત્યારે અમદાવાદીઓ આ વિષયે શું કહી રહ્યા છે અને ખાસ તો યુવાનો આ મુદ્દે શું કહી રહ્યા છે આવો જાણીએ.
દરેક વ્યક્તિની અપેક્ષા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો
દરેક વ્યક્તિની સરકાર પાસેથી અપેક્ષા છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય, ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઈ. ટી. વીના માધ્યમથી યુવાનોનું કહેવું છે કે, એક તરફ કોરોનાના કારણે રોજગારીની સમસ્યા ઊભી થઈ છે. એવામાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારાથી પડતા ઉપર પાટું સમાન છે
જાણો અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે.
આજે અમદાવાદમાં પેટ્રોલ 87 રૂપિયા અને 20 પૈસા પ્રતિ લિટરે તો ડીઝલ 87 રૂપિયા 38 પૈસા પ્રતિલિટરે મળી રહ્યો છે.