અમદાવાદ: સોલા પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોધાવી છે કે PUBG ગેમ રમતા તેને જીતેન્દ્ર નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. અને આ યુવક તેની મિત્રનો મિત્ર હોવાથી બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે વાતચીત થવા લાગી હતી. જે બાદ આ મિત્રતા પ્રેમ સંબધમાં કેળવાયી હતી. પરંતુ યુવક દ્વારા યુવતી સાથે ખરાબ માંગણી કરીને અશ્લીલ વાતો કરતા જ યુવતી એ તેની સાથે કોઈ સંપર્ક ન રાખી વાતચીત કરવાનુ બંધ કરી દીધું હતું.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05:25_gj-ahd-12-pubg-photo-story-7204015_12062020161132_1206f_1591958492_1056.jpg)
બનાવના થોડા સમય બાદ તેનું ઇમેલ આઈડી અને ફેસબુક આઈડી ઓપન કરવા જતાં તે ઓપન ન થતા. તેને ફર્ગેટ પાસવર્ડ કર્યો હતો .જેમાં તેને આરોપીનો નંબર જોવા મળ્યો હતો.ત્યારે યુવતીને જાણ થઇ હતી કે તેનું આઈડી હેક થઇ કરવામાં આવ્યુ છે. જેથી તેને યુવક પાસે પાસવર્ડ માંગ્યો હતો પરંતુ યુવકે પાસવર્ડ આપવાના બદલામાં 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી.
યુવતીએ સમગ્ર મામલે તેના ભાઈ સાથે વાત કરી સોલા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્વ ફરિયાદ નોધાવી હતી. જે અંગે સોલા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.