ETV Bharat / state

Ahmedabad Crime : સોશિયલ મીડિયા થકી હથિયારોની સોદાબાજીના નેટવર્કને પોલીસે તોડી પાડ્યું - Ahmedabad weapon with man caught

અમદાવાદમાં સોશિયલ મીડિયા થકી હથિયારોનું લે વેચ કરતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. શહેરના ઇસનપુરમાંથી એક યુવકને દેશી પિસ્ટલ સાથે પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારે શું હતો સમગ્ર મામલો જૂઓ.

Ahmedabad Crime : સોશિયલ મીડિયા થકી હથિયારોની સોદાબાજીના નેટવર્કને પોલીસે તોડી પાડ્યું

author img

By

Published : Apr 14, 2023, 5:15 PM IST

સોશિયલ મીડિયા થકી હથિયારોનું લે વેચ કરતા શખ્સની પોલીસે ધરપકડ

અમદાવાદ : સોશિયલ મીડિયા થકી હથિયારોની સોદાબાજીની પ્રથમ ઘટના અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ધ્યાને આવતા તમામે ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરી સમગ્ર નેટવર્ક તોડી પાડવામાં આવ્યું છે. આ મામલે ઇસનપુર વિસ્તારમાંથી એક યુવકની ધરપકડ કરીને તેની પાસેથી દેશી પિસ્ટલ કબજે કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઇસનપુર રાજેશ્વરી કેનાલ પાસે ઈશ્વરનગર બસ સ્ટેશન પાસેથી રાજુસિંગ ઉર્ફે રાજ જબ્બર સિંહ રાઠોડ નામના 24 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ કબજે કરી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે, વર્ષ 2021માં તે ક્રાઈમ બ્રાન્ચમાં હથિયારના કેસમાં ઝડપાયો હતો. તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો.

હથિયાર સાથે ફોટો કર્યો અપલોડ : જે તે સમયે આરોપી પાસેથી જે હથિયાર મળી આવ્યા હતા, તે હથિયાર તેણે તેના વતનમાં રહેતા મિત્ર પાસેથી લઈને અમદાવાદ આવ્યો હતો. જ્યાં તે હથિયાર સાથે ફોટો પાડી તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કર્યો હતો. જેના કારણે સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ પર તેના અનેક ફોલોવર થયા હતા. જે પૈકી મધ્યપ્રદેશના ખરગોનનો વિશાલ નામનો વ્યક્તિ તેનો ફોલોવર બન્યો હતો. વિશાલે ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે ચેટ શરૂ કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad Crime News: સરનામું પૂછવા તેમજ હથિયાર બતાવી છેડતી મામલે પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

હથિયાર વેચવાનું આયોજન : જે બાદ વિશાલ નામના વ્યક્તિએ આરોપીનો મોબાઈલ નંબર મેળવી તે પોતે હથિયારો વેચતો હોવાનું જણાવીને અલગ અલગ હથિયારના ફોટો અને વિડીયો રાજુસિંહ રાઠોડને મોકલ્યા હતા. જે બાદ આરોપીએ તેના વતન ખાતે પકડાયેલા આરોપીને બોલાવીને અલગ અલગ હથિયારો બતાવ્યા હતા. વિશાલે તેની પાસેના હથિયારો પૈકી એક હથિયાર પકડાયેલા આરોપીને આપીને વેચાણ કરાવીને ચેક કરવા જણાવ્યું હતું. તેમાં સફળતા મળતા તેઓ બીજા વધારે હથિયાર વેચવાનું આયોજન કર્યું હતું. જોકે તે પહેલા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હથિયાર કબજે કર્યું છે. આ મામલે મધ્યપ્રદેશના વિશાલ નામના આરોપીને પકડવા કવાયત તેજ કરી છે.

આ પણ વાંચો : Vadodara Crime News : વડોદરા ગ્રામ્ય એલસીબીએ ઘાતક હથિયાર સાથે બે આરોપીની ધરપકડ કરી, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

પોલીસનું નિવેદન : આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના PI મિતેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાલ આરોપીની ધરપકડ કરી પિસ્ટલ કબજે કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી 20થી 25 હજાર રૂપિયામાં હથિયાર ખરીદી તેને 40થી 45 હજાર રૂપિયામાં વેચવા માટે ગ્રાહક શોધતો હતો. તે પહેલા તેને પકડી પાડવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.