ETV Bharat / state

અમદાવાદમાં 5 સ્ટાર હોટેલ કોવિડ-19 હોસ્પિટલમાં બદલાઈ - corona virus in gujarat

અમદાવાદમાં કોરોના વાઇરસના એવા કેટલાક દર્દીઓ છે, જે સરકારી હોસ્પિટલ તથા કેર સેન્ટરમાં રહેવા ઇચ્છતા નથી અને રહેવા તથા જમવાનો ખર્ચ પોતે ભોગવી શકે તેમ છે એટલે કે તેઓ સ્વખર્ચે આ સુવિધા મેળવવા માટે ઇચ્છુક છે તેમને કોઇ મુશ્કેલી ન પડે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને વિશિષ્ટ સુવિધા આપવા માટે શહેરના એસ.જી.હાઈવે પર આવેલી ફાઈવ સ્ટાર ધ ફર્ન હોટલને કોવિડ-19 પેમેન્ટ બેઝડ સેન્ટર શરૂ કરવા માટેની પહેલ કરવામાં આવી છે.

etv bharat
અમદાવાદ: 5 સ્ટાર હોટેલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે તૈયાર કરવામાં આવી
author img

By

Published : Apr 21, 2020, 10:03 PM IST

અમદાવાદ: શહેરમાં નૉવેલ કોરોના વાઇરસ કેસોની સંખ્યામાં અગ્રણીઓ અને ઇન્ટેન્સિવ સર્વેલન્સના કારણે કોરોના વાઇરસથી પ્રભાવિત દર્દીઓને સામેથી શોધવામાં સફળતા મળી રહી છે. કોરોના વાઇરસ પ્રભાવિત વ્યક્તિને ખૂબજ ઝડપથી શોધી સારવાર માટે સ્ટેશનમાં રાખવામાં આવી રહ્યાં છે અને આ વાઇરસ સામેની લડતમાં એક પછી એક અનેક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા અસરકારક કામગીરી પણ કરવામાં આવી રહી છે.

ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ હોસ્પિટલો તથા કોવિડકેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 18 વર્ષથી 60 વર્ષના દર્દીઓ કે તેનાથી ઓછી ઉંમરના દર્દીઓ જેમને કોઇ બીમારી નથી તથા તેઓ એસિમ્પટોમેટિક છે. તેવા દર્દીઓને સમરસ હોસ્ટેલ ખાતે તૈયાર કરેલી કોવિડ સેન્ટર ખાતે રહી જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ કોરોના વાઇરસના એવા કેટલાક દર્દીઓ છે. જે આ હોસ્પિટલ તથા કેર સેન્ટરમાં રહેવા ઇચ્છતા નથી અને રહેવા તથા જમવાનો ખર્ચ પોતે ભોગવી શકે તેમ છે એટલે કે તેઓ સ્વખર્ચે આ સુવિધા મેળવવા માટે ઇચ્છુક છે તેઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેઓને વિશિષ્ટ સુવિધા આપવા માટે શહેરમાં એસ.જી. હાઈવે ખાતે આવેલી ફાઈવ સ્ટાર ધ ફર્ન હોટલ ખાતે પેમેન્ટ બેઝડ સેન્ટર શરૂ કરવા માટેની પહેલ કરવામાં આવી છે.

હોટેલ ફર્નના સામાન્ય ટેરીફ ખૂબ જ ઊંચા હોય છે પણ કોર્પોરેશન દ્વારા હોટલમાં રહેવા માટેના રૂમના ટેરિફમાં ઘટાડો કરી જમવા સાથેનું ખાસ ટેરીફ નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોટ વિસ્તારમાં હજ હાઉસમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.