અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ભીડભાળવાળી જગ્યાએ ધક્કામૂકી (Ahmedabad Sarkhej police) કરીને મોબાઈલ ફોનની ચોરી કરતી ટોળકીને સરખેજ પોલીસે ઝડપી પાડી છે. સરખેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી (Ahmedabad police Patroling) તે દરમિયાન બાતમીના આધારે ભાવેશ ઉર્ફે ભાવલો રાઠોડ, અજય ઉર્ફે જાડિયો રાઠોડ તેમજ રાહુલ ઉર્ફે બાડો સોલંકી નામના આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 65 હજારની કિંમતના 15 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.
આ પણ વાંચોઃ એક મેઈલ; ફ્લાઈટમાં બૉમ્બ, 244 લોકોના જીવ તાળવે ચોટ્યાં...
આવી હતી રીતઃ પકડાયેલા આરોપીઓ ભીડભાડવાળી (Modus operandi) જગ્યાએ જઈને ધક્કામૂકી કરી ભાવેશ મોબાઇલ ચોરી કરી અજયને આપી દેતો હતો અને તે રાહુલને આપી ત્યાંથી બહાર નીકળી જતા હતા. જે બાબતે સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયો હોય આરોપીઓની (Ahmedabad Rular police) ધરપકડ કરી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પકડાયેલા આરોપીઓ સામે (Mobile Theft Case Ahmedabad) સરખેજ સિવાય શાહીબાગ અને કારંજ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે,
ગુનાહિત ઈતિહાસઃ આરોપીઓએ છેલ્લા પાંચ સાત દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી બીજા મોબાઇલની ચોરી કરી હોવાની પણ કબુલાત કરતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે પકડાયેલો આરોપી ભાવેશ રાજકોટમાં ચોરીના (Mobile Thieves Ahmedabad) ગુનામાં, અજય ઉર્ફે જાડિયો ગોંડલમાં ચોરીના ગુનામાં અને રાહુલ ઉર્ફે બાડો જુનાગઢ અને ગોંડલમાં (Sarkhej police PI) અલગ અલગ ગુનામાં પકડાયો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ સીએમ સુધી ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર, સીસ્ટમ જૂઓ
આરોપીઓ અમદાવાદમાં શાક માર્કેટ અને ખરીદી બજાર જેવી ભીડ ભાડ વાળી જગ્યાઓને ટાર્ગેટ કરતા હતા અને એક આરોપી મોબાઇલ ચોરી કરીને બીજાને આપતો હતો અને બીજો ત્રીજા ને આપતો હતો અને તે બાદ ત્રણે આરોપીઓ ફરાર થઈ જતા હતા. આરોપીઓ પાસેથી કબજે કરાયેલા 15 મોબાઈલ ફોન તેઓ કોઈને વેચવાના હતા કે કેમ તેમજ તેઓની ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.--પીઆઈ વી. જે ચાવડા (સરખેજ પોલીસ)