અમદાવાદ : સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રવાસીઓના આવાગમનમાં ઉત્તરોત્તર ઊંચી ઉડાન ભરી રહ્યું છે. ચાલુ વર્ષે SVPI એરપોર્ટ માત્ર એક જ મહિનામાં એક મિલીયનથી વધુ પ્રવાસીઓને ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડી છે. સતત વધતી પ્રવાસીઓની સંખ્યાને સમાવવા ટર્મિનલ બિલ્ડીંગનું વ્યાપક વિસ્તરણ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત નાણાકીય વર્ષે અમદાવાદ એરપોર્ટ પરથી 10 મિલિયનથી વધુ લોકોએ પ્રવાસ કર્યો હતો.
પ્રવાસીઓની પહેલી પસંદ : SVPI એરપોર્ટ વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને પહોંચી વળવા સતત સેવાઓ, સલામતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા પ્રતિબદ્ધ છે. ઉન્નત એર કનેક્ટિવિટી અને બહેતર સેવાઓ સાથે SVPI એરપોર્ટ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. તાજેતરમાં SVPI એરપોર્ટ ડોમેસ્ટિક ટર્મિનલમાં સિક્યુરિટી ચેક વિસ્તારમાં વધારો કર્યો છે. ડોમેસ્ટિક ટર્મિનલ બહાર નવો કન્ટેનર રિટેલ વિસ્તાર અને ડ્રોપ-ઓફ લેન કરતા પ્રવાસીઓની ક્ષમતા અને સગવડમાં વધારો થયો છે. ડોમેસ્ટિક ટર્મિનલમાં લેવલ 1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયા (SHA)માં વધારો થવાથી પ્રવાસીઓને 1800 SQM કરતાં વધુ મોકળાશની જગ્યા મળશે.
આ પણ વાંચો : Surat News : શા માટે સુરત એરપોર્ટ પર બે વાર બે ફ્લાઇટ રનવે પર આમને સામે જોવા મળી, જાણો કારણ...
સાત ઈ-ગેટ લગાવવામાં આવ્યા : ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારાની સાથે પ્રવાસીઓને ત્વરિત અને સીમલેસ પ્રોસેસિંગનો અનુભવ મળી રહે તે માટે ડોમેસ્ટિક પ્રસ્થાનમાં સાત ઈ-ગેટ લગાવવામાં આવ્યા છે. ફક્ત હેન્ડબેગ સાથે પ્રવાસી કરતા પ્રવાસ પણ વેબ ચેક-ઇન કરાવી શકે છે. બોર્ડિંગ પાસ મેળવવા તેઓ પ્રસ્થાન સમયને બચાવવા સેલ્ફ-ચેક-ઇન મશીનોનો ઉપયોગ પણ કરી શકે છે.
આ પણ વાંચો : Guwahati Airport : જયપુર જતી ફ્લાઈટ અચાનક કેન્સલ થતાં મુસાફરોએ હંગામો મચાવ્યો
અન્ય સ્થળોને જોડશે : દેશના તમામ લોકપ્રિય સ્થળો અમદાવાદ એરપોર્ટ સાથે જોડવા એરલાઇન્સ ડાયરેક્ટ કે વાયા ફ્લાઇટ્સ ઉમેરી નવા સ્થળો ઉમેરતી રહે છે. જેના કારણે SVPI એરપોર્ટે અનેક નવા ગંતવ્ય સ્થાનો સાથે જોડાયુ વળી હૈદરાબાદ, ઇન્દોર, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ અને લખનૌનો જેવા મહાનગરોની ફ્લાઈટમાં વધારો કરવામાં આવ્યો છે. તો નાસિક અને પંતનગર વાયા જયપુર જેવા શહેરોના ઉમેરવાની સાથે ફ્રિક્વન્સીમાં વધારો કરવામાં આવ્યો છે. નવા ઉનાળુ સમયપત્રકના અમલીકરણ બાદ SVPI એરપોર્ટ નવ સ્થાનિક અને 17 આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ સાથે 39 ડોમેસ્ટિક અને 19 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડશે.