અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય SOGના PI કે.કે.જાડેજાને બાતમી મળી હતી કે ઘર વખરીનો સામાન લઈને નીકળેલા ટ્રકમાં વિદેશી દારૂ ભરેલો છે. ત્યારે બગોદરા પાસે ટ્રકને અટકાવવામાં આવી હતી. જેમાં તપાસ કરતા ઘર વખરીના સામાનની પાછળ છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂ સાથે પકડાયેલ આરોપી લાલસીંગ મૂળ રાજસ્થાનનો વતની છે અને તેના ટ્રકમાંથી 340 નંગ દારૂની બોટલ પોલીસે પકડી હતી.
ગ્રામ્ય SOGએ આરોપી લાલસિંહની ધરપકડ કરી હતી. 340 બોટલ દારૂ અને એક ટ્રક સહિત કુલ 12.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી દારૂ ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.