મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ જિલ્લામાં અંદાજે 299 જેટલી મોટર ડ્રાઈવિંગ સ્કૂલો આવેલી છે. જેમાં અમદાવાદ RTO દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. તેમજ મોટર વ્હિકલ એકટનો અમલ ન કરતા મોટર ડ્રાઈવિંગ સ્કૂલના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. જો કે, અમદાવાદ RTO દ્વારા 8 મોટર ડ્રાઈવિંગ સ્કૂલના લાયસન્સ રદ્દ કરાયા છે. જો કે, અમદાવાદ RTO દ્વારા 20 વર્ષ જૂની સ્કૂલોના લાયસન્સ પણ રદ્દ કરાયા છે.
ઈટીવી સાથે વાત કરતા RTO એસ. પી. મુનિયાએ જણાવ્યું કે, તમામ મોટર ડ્રાઈવિંગ સ્કૂલમાં તપાસ કરવામાં આવી છે. સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ જોગવાઇ A 24થી 27 મુજબ જે પણ ડ્રાઈવિંગ સ્કૂલના માલિકો તથા વાહન શીખવાડે છે, તે ફરજિયાત ટેકનિકલ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. મિકેનિકલ વિભાગનું સર્ટિફિકેટ ધરાવતા હોવો જોઈએ અને એવા તમામ નિયમો પરીપૂર્ણ થાય છે કે નહી તે ચેક કરવામાં આવે છે. જો કે, નિયમ પ્રમાણે લાયસન્સ રદ કર્યા છે. પરંતુ સ્કૂલ માલિક નારાજ હોય તો કમિશ્નરને 30 દિવસમાં અપીલ કરી શકે છે.