ETV Bharat / state

Ahmedabad Crime : હાઇકોર્ટની નોટિસ લગાડેલા જુગારધામ પર પોલીસે પગ મૂક્યો, 16 શખ્સો ઝડપાયા

અમદાવાદના ખાડીયામાં ધાર્મિક યંત્રોના નામે ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ દરોડા પાડીને 41 હજાર રૂપિયાનો મુદ્દામાલ સાથે 16 શખ્સોની ધરપકડ કરી છે. આ ઉપરાંત આરોપીએ ઓનલાઈન યંત્રનું વેચાણ કાયદેસર છે તેવો હાઇકોર્ટનો હુકમ હોવાની નોટિસ લગાવી હતી.

Ahmedabad Crime : હાઇકોર્ટની નોટિસ લગાડેલા જુગારધામ પર પોલીસે પગ મૂક્યો, 16 શખ્સો ઝડપાયા
Ahmedabad Crime : હાઇકોર્ટની નોટિસ લગાડેલા જુગારધામ પર પોલીસે પગ મૂક્યો, 16 શખ્સો ઝડપાયા
author img

By

Published : Mar 9, 2023, 4:45 PM IST

ર્મિક યંત્રની આડમાં ધમધમતા જુગારધામ પર પોલીસના પગ, 16 શખ્સો ઝડપાયા

અમદાવાદ : ગુનેગારો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે અવનવા નુસખાઓ અજમાવવામાં આવતા હોવાની અનેક ઘટનાઓ અત્યાર સુધી સામે આવી છે. ત્યારે શહેરના ખાડિયામાં ધાર્મિક યંત્રની આડમાં ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે. LED સ્ક્રીન પર અલગ અલગ યંત્રોના ફોટો બતાવવામાં આવતા હતાં. જ્યાં એક થી દસ ક્રમાંક આપવામાં આવતો હતો. જે પૈકી કોઈપણ યંત્ર પર અગિયાર રૂપિયાના ગુણાંકમાં રૂપિયા લગાડવામાં આવેલા હોય તેના બદલામાં 10 ગણા રૂપિયા રોકડા આપવામાં આવતા હતા. આ પ્રકારે જુગાર રમતા 16 લોકોને પોલીસે રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.

શું હતો સમગ્ર મામલો : ખાડિયામાં નજીક આવેલા શોપિંગ સેન્ટરના ભોંયરામાં દુકાન ભાડે રાખી નિમેષ ચૌહાણ નામનો શખ્સ ટીવી પર યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હોવાની મળતા પોલસે દરોડા પાડ્યા હતાં. જ્યાં નિમેષ ચૌહાણ નામનો શખ્સ આ ધમધમતો જુગારધામ ચલાવતો હતો. જ્યાં દુકાનમાં રાખવામાં આવેલા LED ટીવી સ્ક્રીન પર વિવિધ યંત્રોના ફોટો બતાવવામાં આવતા હતા. જેમાં 1થી 10 ના ક્રમ આપવામાં આવે છે. જે અંક જાહેર કરવામાં આવે છે. અને જેને આંક ન લાગે તે ગ્રાહકને રૂપિયા હારી જાય છે. આ પ્રકારનો ડ્રો દર પંદર મિનિટે કરવામાં આવતો હતો.

આ પણ વાંચો : Mahisagar Crime : 21 શખ્સોની પોલીસે તીન પત્તી અટકાવી, બે આરોપી વોન્ટેડ

પોલીસે મુદ્દામાલ કર્યો કબ્જે : પોલીસે જુગારધામ પર દરોડા દરમિયાન હાર જીતના ફેરમાંથી મેળવેલ રૂપીયા 6950, 25 હજારથી વધુની કિંમતના સાધનો સહિત રોકડા રૂપીયા 8,150 મળીને કુલ 41 હજાર રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આ દરોડા દરમિયાન જુગાર રમાડનાર નિમેશ ચૌહાણ સહીત રાજુ દરબાર, અતિત રાવલ, નિલાંગ ભટ્ટ, બીપીન ઠાકોર, મુકેશ શર્મા, અલ્પેશ રાવળ, દર્શન મહેતા, હર્ષદ બારોટ, મનીષ રાણા, દર્શન રાણા, ઉપેન્દ્ર નિર્મળ, અંકિત પટેલ, પ્રતિક રાણા, પ્રકાશ સોલંકી અને મેહુલ ચૌહાણ નામના જુગારીઓને ધરપકડ કર્યા હતા.પરતું ધાર્મિક યંત્રની આડમાં છેલ્લા બે દિવસથી જુગાર રમાડવામાં આવતો હતો.

નોટીસ
નોટીસ

આ પણ વાંચો : મારું 20નું બંધ, જુગારધામમાં PCBએ 10 લોકોની બાજી બગાડી

જુગારધામમાં કાયદેસરનું બોર્ડ : આ મામલે જુગારધામ ચલાવનાર આરોપીએ પોતાની ઓફિસમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશનથી હુકમ મેળવ્યો હોવાનું જેમાં ઓનલાઇન યંત્રનું વેચાણ કરે છે, તે કાયદેસર છે. તેમ જુગાર ધારાની કોઈપણ ખોટી રીતે હેરાન પરેશાન કરવા નહીં, તે મુજબનો ગુજરાત હાઇકોર્ટનો હુકમ હોવાની નોટિસ લગાવી હતી. આ અંગે ખાડિયા પોલીસ સ્ટેશનના PI એમ.એમ સોલંકીએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને 16 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.