ETV Bharat / state

અમદાવાદ : પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, 1 PI સસ્પેન્ડની 1ની બદલી - અમદાવાદ પોલીસ

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર પાલડી ખાતે આવેલા ટાગોર હોલ ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં શહેરના તમામ JCP, DCP, ACP અને PI હાજર રહ્યા હતા.

Ahmedabad police
Ahmedabad police
author img

By

Published : Dec 19, 2020, 10:55 PM IST

  • અમદાવાદ પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ
  • અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા
  • વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

અમદાવાદ : શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આવ્યા બાદ પ્રથમવાર પાલડી ખાતે આવેલા ટાગોર હોલ ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં શહેરના તમામ JCP, DCP, ACP અને PI હાજર રહ્યા હતા.

કોરોના સંક્રમણ ન વધે તે માટે પોલીસ કેવા પગલા લેશે?

કોરોના સંક્રમણ વધે નહીં તે માટે અમદાવાદ શહેરમાં એક પણ પાર્ટી પ્લોટ કે હોટલને 31 ડિસેમ્બરની પાર્ટી અને ન્યુ યરની ઉજવણીની પરવાનગી આપવા આવશે નહીં. જેથી એક પણ પાર્ટી યોજવામાં આવશે નહીં. રાતના 9 કલાક બાદ નાગરિકોને કરફયૂંનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે.

ગુનેગારો સામે કેવી રીતે કામગીરી કરશે પોલીસ?

આ ઉપરાંત ગુજકોપ પ્રોજેક્ટમાં હજૂ ઘણી બધી ખામીઓ છે, તે દૂર કરીને 90 ટકાથી વધુ આ પ્રોજેક્ટને સફળ બનાવવાનો આદેશ પોલીસ કમિશનરે કર્યો હતો. તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું. જેમાં આરોપીને પાસા સહિતના કાયદાઓનું પાલન તેમજ કડક કાર્યવાહી કરવાનું સૂચન કર્યું હતું. ત્યારે બીજી બાજુ અનડિટેક કેસ ઉકેલવા માટે પણ પોલીસ કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પોલીસે લોકો સાથે વર્તન સારું રાખવાનું કહેવામાં આવ્યું હતું અને સિનિયર સિટિઝન બનતી મદદ કરવા અને C ટીમ કામગીરી લઈ ચર્ચા કરવામાં આવી હતી.

1 PIની બદલી તો 1ને કર્યા સસ્પેન્ડ

અમદાવાદ શહેરના 3 PIની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં વસ્ત્રપુરના PI રહી ચૂકેલા વાય. બી. જાડેજા જે 65 લાખના તોડ પ્રકરણમાં સામેલ હતા. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે સરદારનગર PI હેમંત પટેલની સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા બદલી કરવામાં આવી છે. કારણ કે, સરદારનગરમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં કોર્પોરેશનની ચૂંટણીઓ સંદર્ભમાં પણ ચર્ચા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.