- શહેરમાં ફાટ્યો કોરોનાનો રાફડો
- બે દિવસ માટે લાદવામાં આવ્યો કરફ્યૂ
- અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે કર્યું નિરીક્ષણ
અમદાવાદ: રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને કેન્દ્રથી આવેલી આરોગ્યની ટીમે અમદાવાદ સહિત ગુજરાતમાં સમીક્ષા બેઠક કરી હતી અને તે દરમિયાન બે દિવસનું કર્ફ્યૂ લાદવામાં આવ્યું હતું. જેને લઇને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને અમદાવાદમાં કઈ રીતે લોકો પાલન કરી રહ્યા છે સાથે જ પરિસ્થિતિ કઈ રીતની છે તે અંગેનો ચિતાર મેળવ્યો હતો.
ETV ભારત સાથે કરી ખાસ વાતચીત
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ETV ભારતના સંવાદદાતા પાર્થ શાહ સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કોરોનાવાયરસ જે રીતે વકરી રહ્યો છે. તેના કારણે સરકાર દ્વારા કર્યું એલાન કરવામાં આવ્યું હતું. જેને લઈને અમદાવાદ શહેરના લોકો શાંતિપૂર્ણ રીતે તેનું પાલન કરી રહ્યા છે. પરિસ્થિતિ કોઈપણ જાતની બગડે નહીં તેના માટે અમદાવાદ શહેર પોલીસ પણ સુસજ્જ છે.
પોલીસે તમામ લોકોને રાત્રી કરફ્યૂ અંગે આપી કડક સૂચના
અમદાવાદમાં શનિ-રવિની રજાઓ હતી અને લોકો બહુ ભેગા ન થાય અને સંક્રમણમાં વધારો ન થાય તેવા હેતુસર અમદાવાદ શહેરમાં કર્ફ્યુ નાખવામાં આવ્યું હતું. આકૃતિઓ આવતીકાલથી પૂર્ણ થઇ રહ્યો છે ચારેય શહેરોમાં રાત્રી કર્ફ્યુ જે છે તે યથાવત રહેવાનું છે. જેને લઇને રાત્રી દરમિયાન કોઈપણ જાતની પરિસ્થિતિ વિકટ અને લોકો એકઠા ન થાય તેવા હેતુસર અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિશિષ્ટ રણનીતિ બનાવવામાં આવી છે. રાત્રી દરમિયાન રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવશે. સાથે જ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ લોકોને ચુસ્ત પાલન કરે તે માટે થઈ સૂચના પણ આપવામાં આવેલી છે.