ETV Bharat / state

Ahmedabad Police: અમદાવાદમાં મોજ શોખ ખાતર ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ - ATMનું ડિજિટલ લોક

અમદાવાદ શહેરમાં એક જ રાત્રે ATM (Automated teller machine) ચોરીના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાંથી એક રામોલ વિસ્તારમાં ATM તોડી ચોરીના પ્રયાસમાં (Attempt to break into ATM Ramol area) આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે મણિનગર વિસ્તારમાં બનેલા બનાવ અંગે પોલીસની તપાસ ચાલુ છે. મહત્વનું એ છે કે, આરોપી મોજશોખ માટે રૂપિયાની જરૂર હોવાથી ચોરીના રવાડે ચઢ્યો છે.

Ahmedabad Police: અમદાવાદમાં મોજ શોખ ખાતર ATM તોડી ચોરીનો કરવાનો પ્રયાસ

author img

By

Published : Dec 16, 2021, 8:13 PM IST

  • ATM તોડી ચોરીનો પ્રયાસ કરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
  • મોજશોખ માટે રૂપિયાની જરૂર હોવાથી ચોરીના રવાડે ચઢ્યો
  • સાયરન વાગતા ચોરી કર્યા વગર ત્યાંથી નાસી છૂટ્યો

અમદાવાદ: શહેરમાં એક જ રાત્રે ATM (Automated Teller Machine) ચોરીના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાંથી એક રામોલ વિસ્તારમાં ATM તોડી ચોરીના પ્રયાસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રામોલ પોલીસની (Ahmedabad Police) કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ યસ ઉર્ફે હની ચૌહાણ છે. જે રામોલ વિસ્તારનો વતની છે. તેણે 15 તારીખે વહેલી સવારે વસ્ત્રાલમાં આવેલા ખાનગી બેંકના ATMનું ડિજિટલ લોક (Digital lock of ATM) તોડી ચોરીને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આરોપી સફળ થાય તે પહેલા જ એટીએમમાં રહેલું સાયરન વાગતા આરોપી નાસી છૂટયો હતો. જોકે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી યસ ઉર્ફે ફની ચૌહાણની ધરપકડ કરી છે.

માત્ર મોજશોખ ખાતર રૂપિયાની જરૂર હોવાથી અને એટીએમમાં ચોરીનો પ્રયાસ

મહત્વનું છે કે, 15 તારીખે શહેરના મણિનગર વિસ્તારમાં પણ ATM તોડી ચોરી કરવાની કોશીશ કરવામાં આવી હતી. જે અંગે આરોપીની પૂછપરછ તથા CCTVની ચકાસણી કરવામાં આવી હતી. જોકે તેની સાથે અન્ય આરોપી હોવાનું પણ સામે આવ્યુ છે. સાથે જ તપાસ કરતા આરોપીએCCTV કેમેરા પણ ફેરવી નાંખ્યા હતા. જો કે સીસીટીવીમાં તેનો ચહેરો દેખાતા પોલીસને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આરોપીની પૂછપરછ કરતા માત્ર મોજશોખ ખાતર રૂપિયાની જરૂર હોવાથી અને એટીએમમાં મોટી માત્રામાં રૂપિયા મળશે તેવી અપેક્ષાથી ચોરી કરવાનો પ્લાનિંગ કર્યો હતો. જો કે ડિજિટલ લોક (Digital lock ) અને સાયરન વાગી જતા આરોપી ચોરી કર્યા વિના જ ફરાર થયો હતો.

Ahmedabad Police: અમદાવાદમાં મોજ શોખ ખાતર ATM તોડી ચોરીનો કરવાનો પ્રયાસ
વસ્ત્રાલમાં બનેલા ગુનામાં આરોપીને પકડવામાં પોલીસ કામયાબ

એક જ રાતમાં ATM ચોરીના બે બનાવ બનતા શહેરભરની પોલીસ દોડતી થઈ હતી. જોકે વસ્ત્રાલમાં બનેલા ગુનામાં આરોપી ઝડપાઈ ગયો છે, પરંતુ મણિનગરના ગુનાનો આરોપી હજી ફરાર છે. ત્યારે જોવું એ રહ્યું કે, એટીએમ તોડી ચોરીના પ્રયાસમાં સંડોવાયેલ આરોપી પહેલા પકડાયા છે.. કે પછી તે અન્ય કોઈ ગુનાને અંજામ આપવામાં સફળ રહે છે.

આ પણ વાંચો: અમદાવાદ: ચાલુ વર્ષ દરમિયાન અલગ અલગ બેંકમાંથી 22 લાખથી વધુ રકમની નકલી નોટ મળી આવી

આ પણ વાંચો: અમદાવાદમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી ચાંદીની લૂંટ કરી 3 શખ્સો રફૂચક્કર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.