ETV Bharat / state

Ahmedabad Crime: ક્રાઈમ બ્રાન્ચ-SOG કે ATS ના કરી શકી તે કામ ટ્રાફિક પોલીસે કર્યું, આખી ગૅંગ પકડી - Ahmedabad Crime News

અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ જેટ વિમાનની ગતિએ વધી રહ્યું છે. ખાસ કરીને લૂંટ અને ચોરીની ઘટનામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. એવામાં અમદાવાદ પોલીસે એક્શન મોડ પર આવીને કામગીરી કરી છે. અમદાવાદ પોલીસે લૂંટ કરવા જતી આખી ગૅંગને પકડી પાડીને કાયદેસરના પગલાં લીધા છે.

Ahmedabad Crime: ક્રાઈમ બ્રાન્ચ-SOG કે ATS ના કરી શકી તે કામ ટ્રાફિક પોલીસે કર્યું, આખી ગૅંગ પકડી

author img

By

Published : Feb 26, 2023, 10:45 AM IST

અમદાવાદઃ આમ તો કોઈપણ ગુનો બને તે પછી આરોપીની ધરપકડ કરવામાં આવતી હોય છે, પરંતુ કોઈ ગુનો બનવાનો હોય તે પહેલાં ગુનેગારને પકડી તેને અટકાવી દેવામાં આવે તેવું ભાગ્યેજ જોવા મળે છે. તે પણ મોટી એજન્સીઓ દ્વારા કરાતું હોય છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે એક લૂંટના ગુનાને બનતા પહેલા જ આરોપી અને હથિયાર ઝડપી લીધા છે.

આ પણ વાંચોઃ Threat to bomb blast in Mumbai: પોર્ટ પર બ્લાસ્ટ કરવાનો ફર્જી કોલ કરનાર થયો ગીરફતાર

ઘટના બનતા અટકીઃ અમદાવાદ ટ્રાફિક પોલીસની સતર્કતાએ એક ધાડ-લૂંટ જેવી ગંભીર ઘટના બને તે પહેલાં જ તેને અટકાવી છે. જે કામ ATS, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને SOG જેવી એજન્સીઓ ન કરી શકી તે કામ ટ્રાફિક પોલીસે કર્યું છે. અમદાવાદથી ધાંગધ્રા આંગડિયા પેઢીમાં ધાડ પાડવા જઈ રહેલા લૂંટારાઓને ટ્રાફિક પોલીસે રોકી પકડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કારમાં સવાર એક આરોપી હથિયારો સાથે ઝડપાઈ ગયો છે.

શંકાસ્પદ કારમાં તપાસઃ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરવામાં આવે છે. તેવામાં આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સીટીએમ ચાર રસ્તા ખાતે ટ્રાફિકમાં ફરજ બજાવતા PSI પી.બી મિશ્રા અને તેઓની ટીમ ચાર રસ્તા ખાતે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહી હતી. તે સમયે બપોરે 1:00 વાગે સોનીની ચાલી તરફથી જશોદા નગર તરફ જઈ રહેલી મહારાષ્ટ્ર પાસિંગની એક સફેદ હોન્ડા સીટી કાર પસાર થઈ હતી. જે શંકાસ્પદ જણાતી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad Crime News : 5 કિલો ડ્રગ્સ બનાવી શકાય તેવી ગુણવત્તાનું 500 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું, બે આરોપીની ધરપકડ

ફરાર થવાનો પ્રયાસઃ આ ગાડી શંકાસ્પદ લાગતા ટ્રાફિક પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર ચાલકે કાર ભગાવીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, છતાં પોલીસે ગાડીને કોર્ડન કરીને અટકાવી હતી. તે સમયે કારમાં બેઠેલા બે શખ્સો ભાગી ગયા હતા. એક શખ્સ ઝડપાઈ ગયો હતો. ટ્રાફિક પોલીસે કાર ચેક કરતા તેમાંથી દેશી બનાવટના બે તમંચા એક પિસ્તોલ અને 13 જેટલા જીવતા કારતુસ મળી આવ્યા હતા.

લૂંટની કબૂલાતઃ આ મામલે કારમાં સવાર મોહમ્મદ ઇમરાન ફૈયાઝુદ્દીન શેખ નામના રખિયાલના 34 વર્ષીય યુવકને અટક કરી પુછપરછ કરતા તે પોતે ભાગી જનારા ઇસમો સાથે પોતે આ હથિયારો સાથે લૂંટ કરવા જતા હોવાનું કબુલ કર્યું હતું. પકડાયેલો આરોપી પોતે મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢનો રહેવાસી હોવાનું કબૂલ્યું હતું અને તેની સાથે કારમાં સવાર પ્રતાપગઢના જ નદીમખાન શેખ તેમજ સોહેલ શેખ નાસી ગયા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Gandhinagar Crime News : બ્રિજકુમાર યાદવને ગેરકાયદે વિદેશ મોકલવા ખોટા દસ્તાવેજ બનાવાયાં, બે આરોપીની ધરપકડ

પાંચના નામઃ આ સાથે જ સમીર ઉર્ફે સમીર ધાંગધ્રા અને તેનો ભાઈ અકીલખાન ઉર્ફે સોનુ પઠાણ આમ કુલ પાંચ આરોપીઓ હથિયારો સાથે ધાંગધ્રા ખાતે રાજકમલ ચોકમાં આવેલ પી.એમ આંગડિયા પેઢીમાં ઝાડ પાડવાનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ 15 દિવસ પહેલા ધાંગધ્રા ખાતે જઈને આંગડિયા પેઢીની ઓફિસ જોઈ અને રેકી કરી હતી.

ક્રાઈમ બ્રાંચ પાસે કેસઃ આ કામ માટે હથિયારો તથા માણસો લઈ આવવાનું સમીર ઉર્ફે સમીર ધાંગધ્રાએ જણાવ્યું હતું, જેથી પોતે પ્રતાપગઢથી નદીમ અને સોહેલને કારમાં સાથે લઈને લૂંટ માટે નીકળ્યા હોવાની કબુલાત કરી હતી. આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે બે દેશી તમંચા, એક પિસ્ટલ અને વાહનના કાગળો સહિત બે મોબાઈલ ફોન કબજે કર્યા છે. કાર સહિત કુલ 3.69 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને ટ્રાફિક પોલીસે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ MLA Raju Pal murder case : ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષીની ગોળી મારી હત્યા

પોલીસની સ્પષ્ટતાઃ આ અંગે શહેર પૂર્વ ટ્રાફિક DCP સફિન હસને ETV ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતી કે ટ્રાફિક પોલીસને શંકાસ્પદ કાર જણાતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી હથિયાર સાથે એક યુવક ઝડપાયો છે અને બે શખ્સો નાસી ગયા છે. હાલ આરોપી અને હથિયાર ક્રાઈમ બ્રાન્ચને સોંપી આગળની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.