ETV Bharat / state

Ahmedabad Crime News : ફર્નિચર જોવાને બહાને 65 વર્ષીય વૃદ્ધએ 10 વર્ષની બાળકી સાથે કર્યા અડપલાં - Old man molested mirror girl in Sabarmati

અમદાવાદના સાબરમતીમાં એક વૃદ્ધે માસૂમ બાળકીને અડપલા કર્યાની ફરિયાદ સામે આવી છે. આરોપીએ બાળકીને ન બતાવવાનું બતાવીને અડપલાં કર્યા હતા. આરોપી ભિમરાવ સોનવણે જુનુ ફર્નિચર લેવા માટે એક ઘરમાં ગયો હતો. જ્યાં એકલતાનો લાભ મળતા બાળકી સાથે અડપલાં કર્યા હતા.

Ahmedabad Crime News : ફર્નિચર જોવાને બહાને 65 વર્ષીય ઠગાએ 10 વર્ષની બાળકીને કર્યા અડપલાં

author img

By

Published : Jun 1, 2023, 4:46 PM IST

અમદાવાદ : શહેરના સાબરમતી વિસ્તારમાં 10 વર્ષની બાળકી છેડતીનો શિકાર બની છે. ફર્નિચર જોવાના બહાને આવેલા આધેડે સગીરાને મોબાઈલમાં બિભત્સ વીડિયો બતાવી શારિરીક અડપલાં કર્યા હતા. જે અંગે બાળકીની માતાએ પોલીસને જાણ કરતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી 65 વર્ષિય વૃધ્ધની ધરપકડ કરી છે.

શું હતો સમગ્ર મામલો : ઘટનાની વિગતવાર વાત કરીએ તો બુધવારે બપોરના સમયે આરોપી ભિમરાવ સોનવણે જુનુ ફર્નિચર લેવા માટે એક ઘરમાં ગયો હતો. જ્યાં રમી રહેલી બાળકીને જોઈ તેની નજર ખરાબ થઈ હતી અને આરોપીએ 10 વર્ષની બાળકીની બાજુમાં બેસી તેને મોબાઈલમાં બિભત્સ વિડીયો બતાવ્યા હતા. તે સયમે વૃધ્ધે બાળકીને શારીરિક અડપલાં કરતા બાળકીએ તેની માતાને જાણ કરી હતી. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આ અંગે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આરોપી જુના ફર્નીચર લે વેચનું કામ કરતો હોવાથી બાળકીના ઘરે ગયો હતો, ઝડપાયેલો આરોપી પોતે પરિણીત અને તેને પણ સંતાનો છે. હાલમાં આરોપી અગાઉ આ પ્રકારનું કોઈ કૃત્ય કરી ચુક્યો છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. -બી.ડી ગોહિલ (PI, સાબરમતી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ)

આરોપી નિવૃત જીવન ગુજારે છે : બાળકીની માતાએ તમામ હકીકત પોલીસને જણાવતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ભીમરાવ સોનવણેની ધરપકડ કરી છે. આ ગુનામાં ઝડપાયેલો આરોપી સાબરમતીના ડી કેબિન વિસ્તારમાં રહે છે અને નિવૃત જીવન ગુજારે છે. સાથે જ વૃદ્ધ આરોપીના મોબાઇલની તપાસ કરતા તેમાંથી 4 પોર્ન વિડીયો અને ફોટો પણ મળી આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આધેડ 4 વખત તે ઘરમાં ગયો હતો, પરંતુ બુધવારે બાળકીની એકલતાનો લાભ મળતા બાળકી સાથે અડપલાં કર્યા હતા.

  1. Surat Crime: વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરનાર લંપટ શિક્ષકને પોલીસે ઝડપી લીધો
  2. Ahmedabad Crime : 17 વર્ષીય સગીરા સાથે છેડતી કરનાર ઝડપાયો, ભાજપમાં પ્રમુખ હોવાની ચર્ચા
  3. Surat Crime : સુરતમાં આધેડે બાળકીને અશ્લીલ વિડિયો બતાવી કર્યા અડપલા, પત્નીએ માર્યું મોઢા પર ચપ્પલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.