અમદાવાદઃ શહેર પોલીસ દ્વારા લોકડાઉનનું પાલન કરાવવા 24 કલાક પેટ્રોલીંગ તથા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે તેમ છતાં લોકો બહાર આવી રહ્યાં છે. જેને કારણે લોકોા વાયરસથી સંક્રમિત થવાની સંભાવના છે. તેથી પોલીસે નવો પ્રયોગ હાથ ધર્યો છે. ખાનગી સંસ્થાની મદદથી ડ્રોનનો પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં 25 ડ્રોન દ્વારા શહેરના અલગઅલગ વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવશે અને લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવશે. જો લોકો સૂચનનું પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ પોલીસ ડ્રોન દ્વારા એનાઉન્સમેન્ટ કરીને લૉક ડાઉનનું પાલન કરાવશે - અમદાવાદ પોલિસ
લૉક ડાઉનનું પાલન કરાવવા પોલીસ દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે ત્યારે પોલીસે હવે અલગ રીતે કામ લેવાનું શરુ કર્યું છે. જેમાં પોલીસ દ્વારા સ્પીકરવાળું ડ્રોન ઉડાવી લોકોને ચેતાવવામાં આવશે અને કડકપણે લૉક ડાઉનનું પાલન કરવામાં આવશે.