ETV Bharat / state

Gujarat Congress Allegation : પૂર્વ સરપંચોની સહીથી નાણાંની ઉચાપતનું કૌભાંડ,ગુજરાત કોંગ્રેસની સવાલોની ઝડી - નાણાંની ઉચાપતનું કૌભાંડ

દાહોદ નકલી કચેરી કૌભાંડ ગાજી રહ્યું છે ત્યાં પૂર્વ સરપંચોની સહીથી નાણાંની ઉચાપતનું કૌભાંડ સામે આવતાં ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકાર પર સવાલોની ઝડી વરસાવવામાં આવી રહી છે.

Gujarat Congress Allegation : પૂર્વ સરપંચોની સહીથી નાણાંની ઉચાપતનું કૌભાંડ,ગુજરાત કોંગ્રેસની સવાલોની ઝડી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2024, 7:02 PM IST

Gujarat Congress Allegation : પૂર્વ સરપંચોની સહીથી નાણાંની ઉચાપતનું કૌભાંડ,ગુજરાત કોંગ્રેસની સવાલોની ઝડી

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે તલસ્પર્શી અભ્યાસ સાથેની વિગતો માધ્યમો સમક્ષ મૂકી હતી. બોડેલી તાલુકા અને દાહોદ જીલ્લા સહિતની નકલી કચેરી કોભાંડ ની સહી સુકાઈ નથી ત્યા તાલુકાની વહીવટદાર શાસિત ગ્રામપંચાયતોમાં માજી સરપંચોની સહી થી નાણાં ઉપાડવા ની “મેરી પંચાયત” ના ઉલ્લેખ મુજબની ઘટના સામે આવતા ખળભળાટ સર્જાયો છે.

ભીનું સંકેલાવાની શંકા : આદિવાસી વિસ્તારમાં મોટા પાયે ગેરરીતિ ભ્રષ્ટાચાર અંગે રાજ્ય-જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગની તપાસ ક્યારે થશે કે બધા કૌભાંડોની જેમ વધુ એકવાર ભીનું સંકેલાઈ જશે તેવા પ્રશ્નના જવાબની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કરી હતી.

19 પંચાયતોના વહીવટમાં ગેરરીતિ : બોડેલી તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં સરપંચોના કાર્યકાળ સમાપ્ત થઈ જતાં સરપંચોની જગ્યા એ 19 પંચાયતોમાં વહીવટી તંત્ર દ્વારા વહીવટદારો પાછલા એક વર્ષ કરતાં વધુ સમયથી નિમણૂંક કરવામાં આવેલા છે અને પંચાયતોના વહીવટ સરપંચના સ્થાને વહીવટદાર દ્વારા કરવામાં આવે છે. સરપંચોનો કાર્યકાળ સમાપ્ત થતાં તેઓ હવે માજી સરપંચ બની જાય છે કોઈ પણ વિકાસના કામો માં પંચાયતના નાણાંની લેવડ દેવડ માટે DSC (ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ) નો ઉપયોગ સહીના રૂપે કરવામાં આવે છે. બોડેલી તાલુકાની 19 પંચાયતોના વહીવટમાં પ્રથમ દ્રષ્ટિએ ગેરરીતિ ઉજાગર થઈ છે.

પૂર્વ સરપંચોની ડિજિટલ સહીઓનો ઉપયોગ : પંચાયતોના નાણાંકીય વ્યવહારમાં જે તે બેંકમાં કોની સહીથી નાણાં ઉપાડાશે તે સુનિશ્ચિત કરવામાં આવે છે તો પછી હાલમાં વહીવટદારો સંચાલિત પંચાયતોમાં નાણાંની લેવડ દેવડ માટે પૂર્વ સરપંચોની ડિજિટલ સહીઓનો ઉપયોગ ‘મેરી પંચાયત’ માં કઈ રીતે દર્શાવવામાં આવી રહ્યો છે. શું આ ગેરરીતિ-ગોલમાલની ગોઠવણતો નથી ને તેમ સવાલ ઉઠાવવામાં આવ્યો છે.

મેરી પંચાયત શું છે : NIC (નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર) જે કેન્દ્ર સરકારની વિશ્વાસપત્ર વેબ સાઇટ અને અન્ય કેન્દ્ર સરકારની સાથે સંકળાયેલી ઈલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન દ્વારા “મેરી પંચાયત” નામની એપ્લીકેશનને જાહેર જનતા માટે ખુલ્લી મુકેલ છે. જેને દેશનો કોઈ પણ નાગરિક પ્લે સ્ટોર ઉપરથી આસાનીથી ઇન્સ્ટોલ કરી શકે છે અને મોબાઇલ નંબર દ્વારા વેરિફાઇ કરવી કોઈ પણ જિલ્લા, તાલુકાની કોઈ પણ પંચાયત ની વિગત “મેરી પંચાયત” એપ્લિકેશનના માધ્યમથી મેળવી શકે છે. જેમાં પંચાયતમાં નાણાંકીય લેવડ દેવડ સહિત ગ્રામપંચાયત સબંધિત ઘણીબધી જાણકારી પ્રકાશિત થાય છે અને કોઈપણ નાગરિક પોતાની પંચાયતના વિકાસના કામોની દેખરેખ આ એપ્લીકેશનના માધ્યમથી વિગત મેળવી શકે છે.

બોડેલી તાલુકા પંચાયત સદસ્યના ધ્યાને આવી વિગતો : આ કૌભાંડની ગંભીરતા દર્શાવતાં વિગતો ઉજાગર કરી હતી કે જે પૈકી બોડેલી તાલુકાની 19 પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લાની અન્ય ગ્રામ પંચાયતોનો અભ્યાસ કરતાં બોડેલી તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞેશભાઈ રાઠવાને ગંભીર બાબતો ધ્યાનમાં આવતા બોડેલી તાલુકાની 19 ગ્રામપંચાયતમાં નાણાં ઉપડવા માટે પૂર્વ સરપંચોની DSC (ડિજીટલ સીગ્નેચર સર્ટીફીકેટ) વાપરવામાં આવી છે તેવી માહિતી જોવા મળતા તેઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી બોડેલી ને 19 ગ્રામ પંચાયતો માં ક્યાં વ્યક્તિની DSC (ડિજીટલ સીગ્નેચર સર્ટીફીકેટ) વાપરવામાં આવેલી છે તેની વિગત માંગી હતી. બોડેલી તાલુકા પંચાયત ખાતેથી મળેલી વિગતમાં વહીવટદારોની ડિજિટલ સહી વાપરેલી છે તેવી લેખિત માહિતી મળી હતી.

તપાસની માંગ : જેથી ઓનલાઇન એપ્લીંકેશન અને ઓફલાઇન મળેલી માહિતીમાં મોટો તફાવત જોવા મળતા અને નાણાકીય લેવડદેવડમાં ગેરરીતિ થઈ હોવાની શંકા જતાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં મેમોરેન્ડમ આપી તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા જીજ્ઞેશ રાઠવા અને કોંગ્રેસ પક્ષના નેતા અર્જુનભાઈ રાઠવા સહિત સ્થાનિક નાગરિકો દ્વારા તપાસની માંગ કરવામાં આવી હતી.

કોંગ્રેસના સવાલો : એપ્લકિશનમાં બોડેલી તાલુકા ઘણી બધી પંચાયતોમાં સરપંચો અને તલાટીઓના મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસ કોઈ એકજ વ્યક્તિના હોય તેવું જોવા મળે છે એ ક્યાં કારણે હોય તે તપાસનો વિષય છે. આ તમામ માહિતી જોતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ખુલ્લી મૂકાયેલી એપ્લીકેશનમાં ખોટી વિગત પ્રકાશિત થાય છે ? શું માજી સરપંચોની જાણબહાર તેઓની ડિજિટલ સહીઓ વાપરેલી છે ? કાર્યકાળ પૂરો થયા પછી સહી વપરાય તો કાયદેસર વાપરી શકાય કે નહીં ? શા માટે તાલુકાની ઘણીબધી પંચાયતો માં એક જ મોબાઇલ નંબર વાપરવામાં આવ્યા અને ઈમેલ આઈ.ડી કેમ એકજ વાપરવામાં આવ્યા? શું એક જ મોબાઈલ નંબર અને ઈમેલ વાપરી કોઈ ગેરરીતિ થઈ કે કેમ ? શા કારણે આદિવાસી વિસ્તારમાં જ આવા ગંભીર પ્રકારના ગેરરીતિ-ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ સીધા સવાલો દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગની તપાસ ક્યારે થશે તે પ્રશ્નના જવાબની કોંગ્રેસ પક્ષે માંગ કરી છે.

  1. ગોંડલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો, પોલીસ સામે ઉગ્ર આંદોલનની ચીમકી
  2. દાહોદ નકલી સરકારી કચેરી મામલામાં દાહોદ પોલીસે પાંચ સરકારી કર્મચારીઓની ધરપકડ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.