અમદાવાદ : યુવાનોના સારું ભવિષ્ય અને ઉજજ્વળ કારકિર્દી માટે સારું ઉત્તમ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે. ગુજરાત રાજ્યમાં શિક્ષણ મુદ્દે પણ અનેક રાજકીય પાર્ટી દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવતા હોય છે. રાજ્યની અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ વર્તાતી રહી છે. લોકસભામાં દિલીપ શેખ, રક્ષા ખડશે, સુનીલ સિંહ, અરુણ સાઉ, વિજ્ય બઘેલ, સુનીલ સોની, દેવજી પટેલ, નારણ કાછડિયા, મનોજ કોટક સહિતનાં સભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં વધુ એક ચોકાવનાર ખુલાસો થયો છે.
લોકસભામાં અલગ અલગ સભ્યો દ્વારા દેશની અલગ અલગ કોલેજ તેમજ યુનિવર્સિટીની નેક માન્યતા વિશે સવાલ પૂછવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતમાં શિક્ષણ મુદ્દે પણ ખૂબ ખૂબ જ મોટો ચોકાવનારો જવાબ પ્રાપ્ત થયો છે. રાજ્યની 66 ટકા યુનિવર્સિટીમાં નેકની માન્યતા નથી એટલે કે 55 જેટલી યુનિવર્સિટીઓ નેકની માન્યતા વિના ચલાવવામાં આવી રહી છે. ભૂતકાળમાં જે પણ કોલેજોની નેકની માન્યતા પૂર્ણ થઈ ગઈ છે. તેને ફરી એકવાર રીન્યુઅલ માટે પણ આપવામાં આવી નથી... પાર્થિવરાજસિંહ કઠવાડીયા(કૉંગ્રેસ પ્રવક્તા )
UGC દ્વારા નેટની માન્યતા ફરજિયાત : UGC દ્વારા દરેક કોલેજ અને દરેક યુનિવર્સિટીને નેકની માન્યતા મેળવવી ફરજીયાત છે પરંતુ ગુજરાત રાજ્યની 55 જેટલી યુનિવર્સિટીઓ પાસે નેકની માન્યતા નથી. રાજ્યની 2267 કોલેજોમાંથી 1767 જેટલી કોલેજોને પણ નેકની માન્યતા નથી. UGC દ્વારા શિક્ષણમાં અલગ અલગ મૂલ્યોને ધ્યાનમાં રાખીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં અલગ અલગ ગ્રેડ પણ આપવામાં આવતા હોય છે. લોકસભામાં મળેલા આ જવાબમાં ગુજરાત રાજ્યનું શિક્ષણ કથળી રહ્યું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસની માંગ હતી કે જે પણ કોલેજ કે યુનિવર્સિટી પાસે નેકની માન્યતા ન હોય તેને માન્યતા લેવડાવવામાં આવે અને જો નેકની માન્યતા લેવા તૈયાર ન હોય તો તેને રદ કરવામાં આવે.
કયા કયા મુદ્દા ઘ્યાનમાં રાખવામાં આવે છે : નેકની માન્યતા પ્રાપ્ત કરવા માટે UGC દ્વારા અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે જેમાં કોલેજ કે યુનિવર્સિટીનો અભ્યાસક્રમ, કોલેજનું કે યુનિવર્સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિસર્ચ, ટિચિંગ અને લર્નિંગ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીના વિકાસ માટેના સંસ્થા તરફનાં મૂલ્યો, સારી શિક્ષણ વ્યવસ્થા, કોલેજમાં પૂરતા પ્રોફેસર આ દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને UGC દ્વારા નેકની માન્યતા આપવામાં આવતી હોય છે.