અમદાવાદ: અમદાવાદ શહેરના વિસ્તારમાં તો વધારો થઇ રહ્યો છે. તેની સામે સુવિધાના નામે રેવડી પણ આપવામાં આવે છે, પરંતુ આ રેવડી તો ત્યારે જ મીઠી લાગે જ્યારે તે ઉપયોગમાં આવે છે. સરકારી ચોપડા તો યોજનાના નામોથી ભરાઈ જશે, પરંતુ આ સુવિધાથી કેટલા લોકોને ઉપયોગમાં લાગી શકે તે કદાચ એક કાગળની ચીઠ્ઠીમાં આવી જશે. બોપલને નગરપાલિકામાં એડ કર્યા પછીના આટલા વર્ષો બાદ ફાયર સ્ટેશનને ડેવલોપ કરવામાં આવ્યું. તેના ઉપર પણ અનેક સવાલ છે. ઈમરજન્સી સેવાઓ માટે ઉપયોગમાં લેવાશે કે પછી માત્ર તંત્રના વખાણ માટે? કારણ કે કોર્પોરેશનની ચૂંટણી પણ આવનારા સમયમાં છે. કોર્પોરેશને ફાયરની સુવિધામાં વધારો કર્યો. પરંતુ તેનો માર તંત્ર ખાશે કે પછી લોકોના ઘરના વેરામાં વધારો થશે? એ સમય કહેશે.
નવું ફાયર સ્ટેશન તૈયાર: અમદાવાદ શહેરનો દિવસે ને દિવસે તેનો વિસ્તારમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં હાયરાઇઝ મોટી બિલ્ડીંગો પણ બની રહી છે. દિવસેને દિવસે વિસ્તાર વધતા ઇમરજન્સી સેવામાં પણ વધારો કરવો એટલો જ જરૂરી હોય છે. અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ બોપલ ખાતે 43 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો Ahmedabad CP: અમદાવાદ CPનો યોજાયો વિદાય સમારંભ, પોલીસ અને પ્રજાનો માન્યો આભાર
43 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન: અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના લોકોને સારી સુવિધા આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા તૈયાર છે. અમદાવાદ શહેરમાં સૌથી ઝડપી વિકાસ થતો બોપલ વિસ્તારમાં 43 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. લોકોને ફાયરની ઝડપી સુવિધા મળી રહે તે માટે સ્ટેશન આજથી જ કાર્યરત કરી દેવામાં આવશે. જેમાં અનેક સારી સુવિધાઓવાળા વાહન પણ આપવામાં આવ્યા છે.
30 ફાયરના વાહન ફાળવ્યા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલ ખાતે તૈયાર કરવામાં આવેલ ફાયર સ્ટેશનમાં ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ 78,000 લિટર ટેન્ક કેપેસિટી ધરાવતા 6,12,000 લિટર વોટર ટેંક કેપેસિટી ધરાવતા વ્હીકલ 6,20,000 લીટર વોટર ટેંક કેપેસિટી ધરાવતા નંગ 3, એમ્બ્યુલન્સ 5 અને શબવાહિની 3 મળીને કુલ 30 વાહન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રહેવા માટે 40 સ્ટાફ ક્વોટર્સ અને 2 ઓફિસર કોર્ટસ પણ તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં આજુબાજુ આવેલા ફાયર સ્ટેશનમાંથી 30 લોકોનો સ્ટાફ અહીંયા મૂકવામાં આવ્યો છે. આગામી સમયમાં જ નવા ફાયર જવાનોની ભરતી કરવામાં આવશે.
ફાયર સ્ટેશનની 17 સંખ્યા થઈ: એડિશનલ ચીફ ફાયર ઓફિસર એમ. પી.મિસ્ત્રી જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 16 જેટલા ફાયર સ્ટેશન કાર્યરત હતા. હવે સાઉથ બોપલમાં નવુ ફાયર સ્ટેશન તૈયાર થતાં જ ફાયર સ્ટેશનની સંખ્યા 17 થઈ છે. આગામી સમયમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસની બાજુમાં આવેલ પ્લોટમાં પણ ફાયર સ્ટેશનનું કામ ચાલું છે. 15 વર્ષ જુના 30 વાહનોને સ્ક્રેપ કરવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે રોડ પર અકસ્માત થાય અને ઇમર્જન્સીમાં સરળતાથી ઉપયોગમાં આવી શકે. તેવા ફાયર પાસે 7 વ્હીકલ છે. આ ઉપરાંત 20,000 લિટર વોટર ટેન્કની કેપેસિટી ધરાવતા 30 જેટલા વાહનો હાલમાં છે.