પોતાના દીકરા અને ભાઈ વિશે જાણકારી મેળવવા પરિવાર જ્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશન ઝોન-1 D.C.P પ્રવીણ મલને રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ D.C.P મળ્યા નહોતા ઉપરાંત PI પી.બી.દેસાઈ પણ પરિવારને મળ્યા ન હતા. પોતાના ભાઈ અને દીકરો ઘરે પરત આવી જાય તે માટે પોલીસને રજૂઆત કરી હતી.
ગુમ થયેલા કોન્સ્ટેબલના પરિવારજનોએ જણાવ્યું હતું કે, બન્ને વિરુદ્ધ અરજદારે 2 લાખ લેવાની ખોટી અરજી કરવામાં આવી છે. જ્યારે બન્ને કોન્સ્ટેબલે PI દેસાઈને દારૂ જુગારના ધંધા ચાલી રહ્યા છે. તે વિશે જાણ કરી ત્યારે જ બન્ને વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. હાલ બન્ને ગુમ થવાને મામલે પોલીસ માત્ર તપાસ ચાલી રહી હોવાનું જણાવી રહી છે. પરંતુ કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ નથી.
ત્યારે આ મામલે તપાસ કરી રહેલા ઝોન-1 એસીપી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, બન્ને કોન્સ્ટેબલે 13-14 જુલાઈએ અરજદાર પાસેથી રૂપિયા પડાવ્યા હતા .જે અંગેની અરજી આવી છે. અરજી માટે જ્યારે બંનેના નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે આવ્યા ન હતા અને ફરજ પણ ગેરહાજર રહ્યા હતા. બન્ને પોલીસકર્મીઓએ ઘાટલોડિયા અને સોલામાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. કોન્સ્ટેબલની અરજી અને તેમના સામે થયેલી અરજી અને ગુમ થવાની અરજી અંગે તપાસ કરવામાં આવશે.