અમદાવાદઃ શિયાળાની સિઝન શરૂ થાય એટલે મોટા ભાગના લોકો કાશ્મીરનો પ્રવાસ કરવાનું પસંદ કરતા હોય છે. કાશ્મીરનું વાતાવરણ દરેક લોકોને મનમોહક બનાવે તેવું હોય છે. ત્યારે અમદાવાદ કૉર્પોરેશને પણ કાશ્મીરની અનુભૂતિ થાય તેવું જ કોસમોસ વેલી ગાર્ડન તૈયાર કરવામાં આવે છે, જે ભારતનું પહેલું ગાર્ડન છે.
આ પણ વાંચોઃ AMC Property Tax : પ્રોપર્ટી ટેક્સ ભરવાનો હોય તો જાગો, અમદાવાદ કોર્પોરેશને 16333 એકમો સીલ કરી દીધાં
અલગ અલગ રંગના ફૂલઃ આ ફ્લાવર ગાર્ડન સિઝનેબલ હોવાથી અહીંયા ગુલાબી, આછા ગુલાબી, સફેદ આવા અલગ અલગ કલરના ફૂલો આ ફ્લાવર વેલીમાં જોવા મળશે. તો આ ફ્લાવર ગાર્ડનમાં જતા જ કાશ્મીર પ્રદેશમાં આવ્યા હોય તેઓ અનુભવ થશે. તેવું ચોક્કસપણે કહી શકાય. અમદાવાદ શહેરની જનતાને આ ગાર્ડનમાં એક કલાકના પ્લોટમાં નાગરિકોની મુલાકાત માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ માટે અલગ અલગ ટિકિટ દર નક્કી કરવામાં આવ્યા છે.
10 રૂપિયા ટિકિટ દરઃ થોડા દિવસ પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ ગાર્ડન જાહેર જનતા ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ગાર્ડનમાં પ્રવેશ માટે ટિકીટ દર નક્કી કરવામાં આવે છે, જેમાં 12 વર્ષથી ઉપરના લોકો માટે 10 રૂપિયા રાખવામાં આવી છે. આ ટિકિટ ઓનલાઈન અને ઑફલાઈન બંને રીતે મેળવી શકાય છે, પરંતુ ઓનલાઈન ટિકીટ લેનારા લોકો માટે 2 રૂપિયા ડિસ્કાઉન્ટ સ્કીમ પણ રાખવામાં આવી છે. એટલે કહી શકાય કે, જે વ્યક્તિ ઓનલાઈન ટિકિટ ખરીદશે તેને 8 રૂપિયા ટિકિટ ચાર્જ ચૂકવો પડશે.
સિઝનલ પ્લાન્ટઃ રિક્રિએશન હેરિટેજ કમિટીના ચેરમેન રાજેશ દવેએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોસમોસ વેલી ગાર્ડન એ ભારતમાં સૌપ્રથમ વખત તૈયાર કરવામાં આવ્યું છે. આ એક એવા પ્રકારનું સિઝન ફ્લાવર છે, જે શિયાળાના સમયમાં અને જાન્યુઆરી મહિનામાં તૈયાર થતું હોય છે. એક વર્ષ સુધી સતત આ ગાર્ડન બનાવવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. આ ફ્લાવર ખાસ કરીને કાશ્મીરમાં વેલી ગાર્ડનમાં જોવા મળતા હોય છે.
આ પણ વાંચોઃ Budget 2023: AMCના બજેટમાં વિપક્ષે કર્યા સુધારા, 223 કરોડના વધારા સાથે રજૂ કર્યું 9735 કરોડનું બજેટ
અમદાવાદમાં વધુ 2 જગ્યાએ બનાવાશે આવું જ ગાર્ડનઃ આ કોસમોસ છોડના ફૂલની વિશેષતા એ છે કે, આ એક પ્રકારનું ફ્લાવરિંગ સિઝનલ પ્લાન્ટ છે, જે 50થી 60 દિવસ સુધી ફૂલનો ફ્લોરિંગ સમયગાળો હોય છે. આગામી વર્ષમાં અમદાવાદ વધુ 2 જગ્યા પર આવું ગાર્ડન બનાવવાની તૈયારી દર્શાવી છે.