અમદાવાદ : રાજ્યના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા રાજ્યમાં PMEGP (PM Employment Generation Programme) એકમોના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા PMEGP આધારિત ખાદીની વસ્તુઓનું સાત દિવસીય રાજ્ય સ્તરીય પ્રદર્શનનું આયોજન બત્રીશી ભવન, સુભાષ બ્રિજ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું (Ahmedabad Khadi Exhibition) ઉદ્ઘાટન રાજ્યના કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ સચિવ પ્રવિણ કુમાર સોલંકી દ્વારા કરાયું હતું.
આ પણ વાંચો : Bhavnagar Khadi Industry: 'ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન' ભૂતકાળ બને તો નવાઈ નહીં, વેપારીઓએ કેમ આવું કહ્યું, જુઓ
રાજ્યના વિવિધ જિલ્લાઓએ લીધો ભાગ
આ પ્રદર્શનમાં ગુજરાતના સુરેન્દ્રનગર, દાહોદ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કચ્છ-ભુજ, આણંદ, સુરત, નર્મદા, વડોદરા અને રાજકોટ જેવા જિલ્લાઓએ ભાગ લીધો છે. રાજ્યભરમાંથી 25 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં ખાસ કરીને હર્બલ પ્રોડક્ટ્સ, હેન્ડીક્રાફ્ટ, ઇમિટેશન જ્વેલરી, લેધર પ્રોડક્ટ્સ, મધ અને ઓર્ગેનિક પ્રોડક્ટ, નેચરલ પેઈન્ટ્સ, મહેંદી, ફૂડ એન્ડ બેવરેજ પ્રોડક્ટ્સ, અગરબત્તી પ્રોડક્ટ્સ, પોટરી અને રેડીમેડ ગારમેન્ટ છે.
આ પણ વાંચો : Khadi Weaving Down Fall In Dharampur : 3000 કારીગરો પૈકી બચ્યાં માત્ર ગણતરીના કારીગર
28 હજાર નોકરીઓનું સર્જન
ખાદી વિલેજ અને ઇન્ડસ્ટ્રી કમિશનના નિયામક ડૉ.નિતેશ ધવને જણાવ્યું હતું કે, PMEGP એ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની મુખ્ય (Ministry of Industry Scheme) યોજના છે અને KVIC રાષ્ટ્રીય સ્તરે યોજના માટે નોડલ એજન્સી છે. ચાલુ નાણાકીય વર્ષમાં, PMEGP એકમોને લગભગ 250 કરોડની માર્જિન મની સબસિડી સહાય આપવામાં આવી છે અને 3500 એકમોની સ્થાપના કરવામાં આવી છે. જેનાથી લગભગ 28000 નોકરીઓનું સર્જન થયું છે. આ ઉપરાંત પ્રદર્શનથી નાગરિકો વેચાણકર્તાઓ પાસેથી સીધી ખરીદી કરી શકાશે. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે ઉપસ્થિત રહ્યા હતા.