શહેરમાં અકસ્માતોની હારમાળા રોજબરોજ વધતી જાય છે, ત્યારે સોમવારના રોજ જશોદાનગર પાસે એક ઓઇલ ભરેલું ટેન્કર અકસ્માત થતા ઓઇલ રસ્તા પર ઢોળાયું હતુ.
રસ્તા પર ઢોળાયેલા ઓઇલના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોમાં સ્લીપ થવાની શક્યતા વધુ હોવાના કારણે જશોદાનગર ખાતેના ટી આર બી ના જવાને તાત્કાલિક ધોરણે રેતી માટી નાખી અને સુરક્ષા અર્થે સાવચેતીના પગલા લઇ પ્રશંસનીય કાર્ય કર્યું હતું.