ETV Bharat / state

અમદાવાદ જમાલપુર APMC માર્કેટ કોરોના ગાઈડલાઈન પ્રમાણે થશે શરૂ - Ahmedabad Municipal Corporation

કોરોના સંક્રમણને કારણે બંધ રાખવામાં આવેલી અમદાવાદ APMC શાક માર્કેટ શરતોને આધિન શરૂ થશે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંજૂરી આપી છે. ત્યારે તાજેતરની પરિસ્થિતિ અને APMCની લેખિત રજૂઆતને ધ્યાનમાં લઇને કોર્પોરેશને શરતોને આધીન મંજૂરી આપી છે.

અમદાવાદ જમાલપુર APMC માર્કેટ કોરોના ગાઈડલાઈન પ્રમાણે શરૂ થશે

author img

By

Published : Sep 8, 2020, 10:50 AM IST

અમદાવાદઃ શહેરની મધ્યમાં આવેલી જમાલપુર APMC શાક માર્કેટ શરતોને આધિન શરૂ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મંજૂરી આપી દીધી છે. આ APMC એપ્રિલ મહિનામાં કોરોનાનું સંક્રમણ વધતા બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે તાજેતરની પરિસ્થિતિ અને APMCની લેખિત રજૂઆતને ધ્યાનમાં લઇને કોર્પોરેશને શરતોનું સખ્તપણે પાલન કરવાની શરતોને આધિન મંજૂરી આપી છે.

જમાલપુર ખાતે આવેલા સરદાર પટેલ માર્કેટ યાર્ડ વર્ષો જૂની શાક માર્કેટ છે. ત્યાં વધતાં જતાં ધસારાને ધ્યાનમાં લઇને વેજલપુર ખાતે નવું APMC માર્કેટ યાર્ડ શરુ કરવામાં આવ્યું હતું. છતાં સરદાર પટેલ માર્કેટ યાર્ડ શહેરની મધ્યમાં આવેલુ હોવાથી મોટાભાગના શાકભાજીના વેપારી તેમ જ લારીઓવાળા ત્યાંથી જ ખરીદી કરતા હતા.

હવે જમાલપુર APMC ફરીવાર શરૂ થવાની છે. તેમા કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે વેપારીઓને દુકાન ખુલી રાખવાની છૂટ આપવામાં આવશે. APMC માર્કેટના 157 વેપારીઓ અલગ-અલગ દિવસે વેપાર કરશે. પ્રથમ દિવસે 53 અને બીજા દિવસે બીજા 53 વેપારીઓ દુકાન ખોલશે અને ત્રીજા દિવસે 51 વેપારી વેપાર કરી શકશે. બપોરના 1થી 5 અને રાત્રીના 8થી સવારના 8 સુધી ખરીદ-વેચાણ કરી શકાશે પરંતુ APMCમાં તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સહિત માસ્ક પહેરવો ફરજીયાત રહેશે. એપીએમસીની લેખિત રજૂઆતને ધ્યાનમાં લઇને કોર્પોરેશને શરતોનું સખ્તપણે પાલન કરવાની આધિનતાએ મંજૂરી આપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.