સરકાર દ્નારા ટ્રાફીકના નવો કાયદો અમલી બન્યા બાદ ટ્રાફીક પોલીસ સ્થળ પર જ દંડ વસુલી રહી છે જેના પગલે હાલમાં છેલ્લા બે દિવસમાં એક લાખથી વધુ પેસેન્જરોએ બીઆરટીએસ બસમાં અવરજવર શરૂ કરી છે જેના પગલે 2,50,000ની આવક થઈ છે.
નવા ટ્રાફિક નિયમ અમલી થયા બાદ ટ્રાફિક પોલીસે પહેલા જ દિવસે અમદાવાદ શહેરમાંથી અંદાજે ૨૭ લાખથી વધારેનો દંડ વસૂલ્યો છે. બીજી તરફ છેલ્લા આઠથી દસ વર્ષમાં સૌથી વધારે આઠ લાખથી વધારે લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પેસેન્જરની સંખ્યા 8.5 લાખની ક્રોસ થઈ છે. આ સંખ્યામાં સ્ટુડન્ટ, નોકરીયાતો, મુસાફરો વધારે જોવા મળ્યા છે.